Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો
Rajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક યુવકે યુવતીને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ પ્રેમિકાની સગાઇના સમાચાર મળતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીને છરીના ઘા મારી દીધા હતા. એટલું જ નહીં આ પછી તેણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટમાં પણ ગ્રીષ્મા જેવી ઘટના થતાં રહી ગઈ. જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા મારી પોતે પણ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો. હાલ યુવતીની હાલત ગંભીર સીવીલ હોસ્પિટલમાં દાખલ. યુવતીનો ભાઈ આવ્યો મિડીયા સમક્ષ. યુવતીના ભાઈએ કહ્યું અમે પોલીસ ફરિયાદ કરી છે. અમારી માંગ છે કે પોલીસ આરોપીને પકડી સજા આપે. પાંચ દિવસ પહેલા જ યુવતી સગાઈનું નક્કી કરવામાં આવ્યું હતું અને ગઈકાલે હુમલો થયો. હાલ બહેનની તબિયત સારી છે.





















