રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Waqf Bill: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષ કોઈ કારણ વગર આ મુદ્દો ઉઠાવી રહ્યો છે.

Waqf Bill: વકફ સુધારા બિલ પર JPC રિપોર્ટ રજૂ થયા બાદ થયેલા હોબાળાને કારણે રાજ્યસભા 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ છે. જોકે, ગૃહમાં વિપક્ષી નેતાઓ હજુ પણ આ રિપોર્ટનો વિરોધ કરી રહ્યા છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષ કોઈ કારણ વગર આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, 'વિપક્ષના બધા આરોપો ખોટા છે.' આ રિપોર્ટ નિયમો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે વિપક્ષ ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
JPC report on Waqf (Amendment) Bill tabled in Rajya Sabha
— ANI Digital (@ani_digital) February 13, 2025
Read @ANI Story | https://t.co/3JrhvO0ImE#JPC #WaqfAmendmentBill #BudgetSession2025 pic.twitter.com/MsJdF2B7Sq
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વકફ સુધારા બિલ પર રજૂ કરાયેલા JPC રિપોર્ટ પર કહ્યું કે તેઓ આ રિપોર્ટને સ્વીકારતા નથી. તેમણે આ રિપોર્ટને નકલી ગણાવ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે JPCમાં કેટલાક લોકોના મંતવ્યો સાંભળવામાં આવ્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે રિપોર્ટ ફરીથી JPC ને મોકલવો જોઈએ. રાજ્યસભામાં વક્ફ બિલ પર જેપીસી રિપોર્ટનો વિરોધ કરતા આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે આજે સરકાર વક્ફની જમીન પર કબજો કરી રહી છે. આવતીકાલે તેઓ ગુરુદ્વારા, ચર્ચ અને મંદિરની જમીન પર કબજો કરવા માટે બિલ લાવશે.
રિપોર્ટ રજૂ થતાં જ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં હંગામો શરૂ કરી દીધો હતો. હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સ્પીકર જગદંબિકા પાલે બિલ સંબંધિત રિપોર્ટ અને પુરાવાઓનો રેકોર્ડ રાજ્યસભામાં રજૂ કર્યો હતો. લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
મેધા કુલકર્ણીએ રાજ્યસભામાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. રાજ્યસભામાં હોબાળા વચ્ચે વકફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બિલ સામે વાંધો વ્યક્ત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ બિલ યોગ્ય નથી. આ એક ખોટો રિપોર્ટ છે. અમે આ સ્વીકારીશું નહીં. સાંસદોના મંતવ્યો દબાવી દેવામાં આવ્યા છે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા પર નારાજગી વ્યક્ત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે વિપક્ષી સાંસદોનું વર્તન બેજવાબદારીભર્યું છે. વકફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો રિપોર્ટ બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટ રજૂ થયા બાદ વિપક્ષી સાંસદોએ બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. વકફ (સુધારા) બિલનો વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે. વિપક્ષી સાંસદો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
