Karjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે
Karjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે
કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો. 9 તારીખના રોજ કરજણ નગરપાલિકા ચૂંટણીને લઇ કરજણમાં વોર્ડ.7 ના જાહેર મંચ ઉપરથી જિલ્લા ભાજપા પ્રમુખે આપેલ ધમકી મામલો. કરજણ વોર્ડ.7 માં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેર સભા યોજાઈ. વસાવાએ હુંકાર કરતા કહ્યું, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. અમે ચૂંટણી પંચને ફરિયાદ કરીશુ અને કાયદેસર ની કાર્યવાહી ની માંગ કરીશું. અમારા પરિવારોને આવું કાઈ થશે તો કરજણ નહિ નેશનલ હાઇવે 48 પણ બંધ રહેશે. 1000 રૂપિયા આપે તો 2000 રૂપિયા લઈ લેવાના એ આપનાજ રૂપિયા છે. તમે કોંગ્રેસવાળા ને દબાવતા હશો આ કોંગ્રેસ વાળા નથી. એ લોકો જો ઝૂંપડા તોડવાની વાત કરશે ત્યારે આ મંચ પરથી અમે આગેવાનો બાંહેધરી આપીએ છીએ એ લોકોને તમે કહીદેજો અમે ઇટનો જવાબ પથ્થરથી આપવાના છે. તુમકો કા લાગતા થા નહીં લોટેંગે ગલત જબતક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં.





















