શોધખોળ કરો

Anant&Radhika Wedding: સંગીત સેરેમનીમાં અનંત રાધિકા સંગ આખા અંબાણી ફેમિલિએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Anant&Radhika Wedding: અનંત અને રાધિકાના લગ્નની સંગીત સંઘ્યામાં પરિવારનું અદભૂત બોન્ડિંગ જોવા મળ્યું, જ્યારે સ્ટેજ પર સહ પરિવારે પર્ફોમ કર્યું, જોનારા મંત્રમુગ્ધ થઇ ગયા

Anant&Radhika Wedding:મુકેશ અંબાણી અને તેમના પરિવારે અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પરફોર્મ કર્યું હતું. સ્ટેજ પર મુકેશ-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા, પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ અને નવદંપતી અનંત અને રાધિકાએ 'ઓમ શાંતિ ઓમ '  સોન્ગ પર ફેમિલી  ડાન્સ કર્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમની બીજી વહુનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના પુત્રના લગ્નને ખાસ બનાવવા માટે અંબાણી પરિવારે શુક્રવારે (5 જુલાઈ) સાંજે મુંબઈમાં સંગીત સમારોહનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ અને ક્રિકેટરો હાજર રહ્યા હતા. અંબાણી પરિવારે તેમના એક ડાન્સથી આ સમારોહને ખૂબ જ ખાસ બનાવ્યો હતો. મુકેશ અંબાણીએ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના લોકપ્રિય સોન્ગ  'દીવાનગી  દિવાનગી’ પર તેમના આખા  પરિવારે  ડાન્સ કર્યો હતો.

'દીવાનગી દીવાનગી ' પર ડાન્સ કરતી વખતે નીતા અંબાણીએ પણ પોતાના ભરતનાટ્યમ મૂવ્સની ઝલક આપી હતી અને પોતાના બાળકો સાથે દિલ ખોલીને ડાન્સ કરીને ખૂબ તાળીઓ મેળવી હતી. આ પ્રસંગે તેણે ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ જેકેટમાં હેન્ડસમ લાગતા હતા.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

અંબાણી પરિવારનો ડાન્સ વીડિયો વાયરલ

અંબાણી પરિવારના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો પ્રખ્યાત પાપારાઝી વિરલ ભાયાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આકાશ અંબાણી અને આનંદ પીરામલ પહેલા સ્ટેજ પર જોવા મળે છે, ત્યારબાદ ઈશા અંબાણી બોલિવૂડ સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે. શ્લોકા પછી નીતા અંબાણી સ્ટેજ પર આવે છે. નીતા પછી મુકેશ અંબાણી ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે અને બીજા બધા તાળીઓ પાડે છે. અંતે, વરરાજા પ્રવેશ કરે છે અને પછી આખો અંબાણી પરિવાર શાહરુખ ખાનના ગીત 'દિવાનગી’ પર એકસાથે ડાન્સ કરે છે. પરિવારની બોન્ડિંગ જોઈને હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રશંસા કરી રહ્યાં છે.

મ્યુઝિક ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યાં હતા

સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં હાજરી આપી હતી.  બુધવારે મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે મામેરાન ી વિધિ યોજાઇ  હતી.

લગ્ન Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને MD મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે. મહેમાનોને આમંત્રણો મળવાનું શરૂ થઈ ગયું છે, જે એક સુંદર લાલ અને સોનેરી રંગનું કાર્ડ છે. જેમાં ત્રિદિવસીય સમારોહની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget