ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત, આ 2 બેઠક પર લડશે AAP
ગુજરાત લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડશે. ગુજરાત લોકસભાની ચૂંટણી માટે આ બંને પાર્ટીએ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે.
Loksabah Election 2024:લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી સંયુક્ત રીતે લડવાનો નિર્ણય કર્ય છે. આજે બંને પક્ષે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને બંને પક્ષના ગઠબંધન અંગે જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસના હાથમાં ઝાડુ લીધું છે. જી હાં, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની બે બેઠકો પર કૉંગ્રેસ હાથમાં ઝાડુ લઇને વિજયનો પથ પસસ્ત કરવા પ્રયાસ કરશે. આ ગઠબંધન મુજબ કોગ્રેસ લોકસભાની 24 બેઠક પર તેમના ઉમેદવાર ઉતારશે તો 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ભાવનગર અને ભરૂચ આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો અન્ય 24 પર કોંગ્રેસ ચૂંટણી લડશે.
ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતના ઉમેદવાર નહીં ઉતારે. ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસનું સરેન્ડર થયું છે. ભરૂચ,ભાવનગર સિવાયની 24 બેઠક પર AAPનું સરેન્ડર થયું છે.
ગઠબંધનને AAPના તમામ નેતાઓએ વધાવ્યું છે. ચૈતર વસાવાએ શક્તિસિંહ ગોહિલ, મુમતાઝ પટેલનો આભાર માન્યો છે. ઈસુદાન ગઢવીએ રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના નેતાઓનો માન્યો આભાર છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓનો ચૂંટણીમાં સહકાર મળવાનો વિશ્વાસ વ્યક્તકર્યો છે. ચૈતર વસાવાએ કહ્યુ કે,ભરૂચ લોકસભા સીટ જીતીને અહમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશુ.
ભાજપના ગઠબંધન પર પ્રહાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને AAP અને કૉંગ્રેસે ગુજરાતમાં ગઠબંધન જાહેર કર્યું છે. જેને લઇને ભાજપના નેતા તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. સી. આર પાટિલે આ મુદે મીડિયા સમક્ષ કહ્યું કે, “AAP અને કૉંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર માની લીધી છે. AAP અને કૉંગ્રેસને ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે, વરસાદ સમયે દેખાતા દેડકા સમાન વિપક્ષ છે. ચૂંટણી સમયે AAP અને કૉંગ્રેસના નેતાઓ દેખાવા લાગ્યા છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ જીત નિશ્ચિત છે. ગમે તેટલા ગઠબંધન થાય ભાજપ તમામ 26 બેઠક જીતશે,ભાજપ તમામ 26 બેઠક પર પાંચ લાખની લીડથી જીતશે. PM મોદીનો ચહેરો અને અમિત શાહના માર્ગદર્શનથી જીત નક્કી છે.