અરવિંદ કેજરીવાલે જેલમાંથી ધારાસભ્યોને મોકલ્યો આ મેસેજ, પત્નીએ સોશિયલ મીડિયા પર વાંચ્યો, જુઓ વીડિયો
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ લિકર પોલીસી કેસમાં જેલમાં છે. જો કે તેઓ જેલથી જ સરકાર ચલાવી રહ્યાં છે અને તેમના ધારાસભ્યોને એક મેસેજ મોકલ્યો છે. જેને પત્નીએ સોશિયલ મીડિયા દ્રારા વાંચ્યો હતો. જુઓ વીડિયો
કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે જેલમાંથી પાર્ટીના તમામ ધારાસભ્યોને સંદેશ મોકલ્યો છે. પત્ની સુનીતા અગ્રવાલે સોશિયલ મીડિયા દ્વારા તેમનો સંદેશ વાંચ્યો હતો જેથી દરેક તેમના સમર્થકો સુધી આ સંદેશ પહોંચી શકે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. લોકસભા ચૂંટણી સમયે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાને કારણે ચૂંટણીની તૈયારીઓ અવરોધાઈ રહી છે. હાલમાં કેજરીવાલે જેલમાંથી પાર્ટીના તમામ ધારાસભ્યોને સંદેશ મોકલ્યો છે. પત્ની સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો મેસેજ વાંચ્યો છે. સંદેશમાં ધારાસભ્યોને વિસ્તારની મુલાકાત લઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા રહેવા સૂચના આપવામાં આવી છે.

जेल से CM @ArvindKejriwal जी का अपने सभी विधायकों के लिए संदेश। Smt. @KejriwalSunita Addressing an Important Press Conference l LIVE https://t.co/kCINkxUTza
— AAP (@AamAadmiParty) April 4, 2024
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. લોકસભા ચૂંટણી સમયે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાને કારણે ચૂંટણીની તૈયારીઓ અવરોધાઈ રહી છે. હાલમાં કેજરીવાલે જેલમાંથી પાર્ટીના તમામ ધારાસભ્યોને સંદેશ મોકલ્યો છે. પત્ની સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો મેસેજ વાંચ્યો છે. સંદેશમાં ધારાસભ્યોને વિસ્તારની મુલાકાત લઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા રહેવા સૂચના આપવામાં આવી છે.
કેજરીવાલને CM પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી
દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (4 એપ્રિલ, 2024) દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી બીજી અરજીને ફગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે આ અંગે પગલાં લેવાનો અધિકાર એલજી અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં છે. આવી સ્થિતિમાં આવો આદેશ આપી શકીએ નહીં. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, "ક્યારેક વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્ર હિત મોટું હોય છે, પરંતુ આ નિર્ણય તેમનો (કેજરીવાલ) છે."
આ પહેલા પણ હાઈકોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ એક્ઝિક્યુટિવ સાથે સંબંધિત મામલો છે. કેજરીવાલને સીએમ પદેથી હટાવવા માટેની આ પીઆઈએલ સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
હકીકતમાં, કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાને લઈને EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી લિકર પોલિસીના અમલીકરણ અને તૈયાર કરવામાં અનિયમિતતાઓ હતી.