(Source: ECI/ABP News/ABP Majha)
Ram Mandir Darshan: રામલલાના ક્યાં સમયે કરી શકશો દર્શન, જાણો આરતીનો શું છે સમય
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિ।ષ્ઠા બાદ સામાન્ય લોકો માટે આ મંદિર ખુલ્લુ મૂકાયું. જાણીએ આરતી અને દર્શનનો શું છે સમય
Ram Mandir Darshan:22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિ।ષ્ઠા બાદ સામાન્ય લોકો માટે આ મંદિર ખુલ્લુ મૂકાયું.હવે સામાન્ય લોકોના દર્શન માટે શું હશે સમય અને રામલલાને કેટલી વખત આરતી કરવામાં આવશે,જાણીએ
અયોધ્યાના ખૂણે ખૂણે ભગવાન રામનો વાસ છે. અયોધ્યા એ નગરી છે જ્યાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામનો જન્મ થયો હતો. આજે સર્વત્ર એ જ અયોધ્યાની ચર્ચા થઈ રહી છે. કારણ સ્પષ્ટ છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા.
હિંદુ ધર્મમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ખૂબ મહત્વ છે. ધાર્મિક ગુરુઓ અનુસાર, મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિર અને કાર્યક્રમને લઈને તમામ રામ ભક્તોના મનમાં અનેક સવાલો છે જેમ કે મંદિરમાં આરતી ક્યારે થશે? આરતીનો સમય શું હશે. મંદિરમાં પ્રવેશ કેવી રીતે કરવો? આજે અમે તમને આ રિપોર્ટમાં આવી બધી માહિતી જણાવીશું, જેથી તમે જ્યારે પણ અયોધ્યા આવો ત્યારે તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ક્યારે થશે આરતી?
અયોધ્યાના રામ મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવ છે, ભક્તોને ત્રણ વખત ભગવાન રામની આરતીમાં ભાગ લેવાની તક મળશે. જેમાં રામ ભક્તો સવારે 6:30, બપોરે 12:00 અને સાંજે 7:30 કલાકે રામલલાની આરતીમાં ભાગ લઈ શકશે. રામલલા આરતીમાં હાજરી આપવા માટે, ટ્રસ્ટ દ્વારા એક પાસ બનાવવામાં આવે છે, જેમાં તમારે આઈડી પ્રૂફ આપવાનું ફરજિયાત છે.
કેવી રીતે કરશો મંદિરમાં પ્રવેશ
અયોધ્યાના રામ મંદિરમાં પ્રવેશવા માટે તમારે સુરક્ષા માપદંડોનું ધ્યાન રાખવું પડશે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે તમે કોઈપણ ઈલેક્ટ્રીક વસ્તુ સાથે લઈ જઈ શકતા નથી. જ્યારે પ્રસાદ લઈ જવાની પણ મનાઈ છે.
અયોધ્યાના રામ મંદિરની લંબાઈ અને પહોળાઈ કેટલી છે?
અયોધ્યામાં બનનારા રામ મંદિરની લંબાઈ 380 ફૂટ છે અને પહોળાઈ પણ 250 ફૂટ છે. જ્યારે ઊંચાઈ 161 ફૂટ છે. આ મંદિર ત્રણ માળમાં બની રહ્યું છે. મંદિરમાં 44 દરવાજા અને 392 સ્તંભ હશે.
મંદિરનું પ્રવેશદ્વાર કેવું છે?
રામ મંદિરમાં પ્રવેશતાની સાથે જ તમે સૌ પ્રથમ સિંહ ગેટથી 32 સીડીઓ ચઢીને રામ મંદિરમાં પ્રવેશ મેળવશો. આ પછી, તમે પાંચ મંડપને પાર કરી શકો છો અને 30 ફૂટના અંતરથી ગર્ભગૃહમાં રામલલાના દર્શન કરી શકશો.