Alert ! ઓનલાઇન શોપિંગ કરનાર થઇ જાવ સાવધાન, આ ભૂલ કરશો તો બેન્ક અકાઉન્ટ થઇ જશે ખાલી
જો આપ ઓનલાઇન સોપિંગ કરો છો અને ડિલિવરી બોયને આપના ઘરનું સરનામું નથી મળતું અને કોલ આવે કે આ રીતે *401* એડ કરીને ડિલિવરી બોયને કોલ કરો તો સાવધાન થઇ જજો આવું કરવાથી આપનું બેન્ક બેલેન્સ ઝીરો થઇ જશે.
Be Aware !તાજેતરમાં ઓનલાઇન શોપિગનું એક કૌભાંડ બહાર આવ્યુ છે. જેનો ભોગ બનતા બનતા બચનાર યુવતીએ X પર તેનો વીડિયો શેર કર્યો છે. જે હાલ ખૂબ જ વાયરલ થયો છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઓનલાઇન શોપિગ કરના યુવતીને એક કોલ આવે છે. જેમાં તે જણાવે છે કે, સરનામાના ઇસ્યુના કારણે એકલે કે આપનું ઘર ન મળતું હોવાથી આપનો ઓર્ડરમાં વિલંબ થયો છે. તો આપ *401* ડાયલ કરીને બાદ ડિલિવરી બોયના નંબર લગાવો જેથી આપ ડિલિવરી બોય સાથે વાત કરી શકશો અને તેમને આપનું સરનામું શોધવામાં મદદ મળશે.
આખરે આ યુવતીને શંકા જતાં તેમણે સભાનતા દાખવતા ગૂગલમા સમગ્ર વસ્તુનું સર્ચ કરી તો જાણવા મળ્યું કે, આ રીતે કરવાથી આપના ફોન પર આવતા ઓટીપી બધી જ સિક્રેટ માહિતી તે નંબર પર શેર થઇ જશે અને પળવારમાં આપનું અકાઉન્ટ ખાલી થઇ જશે.આ વીડિયો યુવતીએ એક્સ પર પોસ્ટ કર્યો છે.
This news item has appeared in India Today as well..
— AstroCounselKK🇮🇳 (@AstroCounselKK) October 31, 2023
MUST WATCH & Share Max for welfare of all .
Extreme CAUTION ⚠️ 😳 pic.twitter.com/biPFBpIY1v
અન્ય લોકો આ ઓનલાઇન શોપિંગ ફ્રોડના શિકાર ન બને અને સભાનતા દાખવે તે માટે આ વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો છે. લોકોને સાયબર ક્રાઇમથી બચી શકે અને સભાનતા દાખવે માટે આ માહિતી એકસ પર શેર કરી છે. આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. જો આપ પણ ઓનલાઇન શોપિંગ કરો છો અન આવો કોઇ ફોન આવે તો સાવધાન થઇ જજો. નહિ તો આપનું બેન્ક અકાઉન્ટ ખાલી થઇ જતાં સમય નહી લાગે