BHAVNAGAR : ધરોઈ ગામે કુંવામાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ
Bhavnagar News : ધરોઈ ગામ બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.
Bhavnagar : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરોઈ ગામે કુંવામાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ધરોઈ ગમે કુંવામાંથી ગાળ કાઢતી વખતે માનવ અસ્થિઓ મળી આવ્યા હતા. આ માનવ અસ્થિઓમાં કોપડી, જડબું, હાથ અને પગના ભાગો છે. ધરોઈ ગામ બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા બગદાણા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
બગદાણા પોલીસે હાલ માનવ કંકાલને ભાવનગર પી.એમ અને ફોરેન્સિક માટે મોકલવામાં આવેલ છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ કંકાલ કોઈ પુરુષના છે કે સ્ત્રીના. બગદાણા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે
જૂનાગઢમાં ત્રણ શખ્સોએ યુવાનની હત્યા કરી ખુલ્લી જગ્યામાં નાખી દીધો મૃતદેહ, કંકાલ મળી આવ્યું
જૂનાગઢમાં હત્યાની હડકંપ મચાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં ત્રણ શખ્સોએ એક યુવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરી તમામ પુરાવાઓનો નાશ કરી મૃતકના મૃતદેહને ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો, જેના હાડકા મળી આવતા હડકંપ મચી ગયો છે. ખુલ્લી જગ્યામાં માનવ કંકાલ મળી આવતાચકચાર મચી જવા પામી હતી.
અજય કોળી, સંજય આદિવાસી અને એક સગીર સહિત ત્રણ શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ મૃતક સંજય ચૌહાણનું મોટરસાઇકલ પણ તળાવમાં ફેંકી દીધું હતું. ઘણા દિવસો સુધી મૃતક સંજય ચૌહાણ ઘરે ન આવતા તેમના પરિવારજનોએ મૃતક ગમ થયા હોવાની પોલિસ ફરીયાદ નોંધાવી હતી.
મૃત્યુ બાદ પણ અંગદાન થકી અન્યના શરીરમાં જીવીત રહેશે ખેડાનો આ યુવાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 60મું અંગદાન કરવામાં આવ્યું છે. ખેડાના 35 વર્ષીય યુવાનને બ્રેઇન હેમરેજ થતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમા હૃદય, બે કિડની અને એક લિવરનું દાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ,10 હૃદય, 4 હાથ અને 8 ફેફસા સાથે 184 અંગના દાન કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, અંગદાન કરવાથી ઘણા લોકોને નવું જીવન મળે છે. આ પહેલા પણ અંગદાન થકી ઘણા લોકોની જિંદગી બચી શકી છે.