Bhavnagar: પાસાના આરોપીને PIએ પોલીસ સ્ટેશન બોલાવી ભગાડી મૂક્યો, રેન્જ IGએ કરી કડક કાર્યવાહી, જાણો
ભાવનગર જિલ્લા પોલીસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહુવા તાલુકાના ટાઉન PI વિરુદ્ધ ચાલી રહેલ તપાસની ઇન્કવાયરીના રિપોર્ટ બાદ એમ.એ. દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગર: ભાવનગર જિલ્લા પોલીસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહુવા તાલુકાના ટાઉન PI વિરુદ્ધ ચાલી રહેલ તપાસની ઇન્કવાયરીના રિપોર્ટ બાદ એમ.એ. દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ભાવનગગર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
PI એમ.એ. દેસાઈ વિરુદ્ધ આરોપ લાગ્યો હતો કે તેમણે પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને ભગાડી મૂક્યો હતો આ મામલે તપાસ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારીયા દ્વારા તપાસનો રિપોર્ટ ભાવનગરના રેન્જ IGને સોંપવામાં આવ્યો હતો.
વિજય ઉર્ફે ગટ્ટી નામના ઈસમને PI એમ.એ. દેસાઈએ પાસાનો ઓર્ડર બતાવીને રૂપિયાની લેવડ-દેવડ બાદ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મૂક્યો હતો. સમગ્ર રિપોર્ટમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સીસીટીવી વિડીયો તેમજ ડીવીઆર કબજે લઈને તપાસ ચલાવવામાં આવી હતી. આ તપાસમાં ભાવનગરના રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા મહુવા ટાઉનના PI એમ.એ દેસાઈને સ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ મથકના પી.આઇ.એ પાસાના આરોપી સાથે વ્યવહાર કરી, ભગાડી દિધાની જાણ અધિકારીઓને થતાં પી.આઇ.ની તાત્કાલીક બદલી કરી દઇ તેના વિરૂદ્ધ તપાસના આદેશ કરાયા હતા જેનો રિપોર્ટ રેન્જ આઇ.જીને સોંપવામાં આવતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વેરાવળ બંદર પરથી 350 કરોડના ડ્રગ્સમાં રાજકોટ કનેક્શન
ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે.
ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.
બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું
ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.