શોધખોળ કરો

Bhavnagar: મહુવામાં આર્મી જવાને કર્યું દિલધકડ રેસ્ક્યુ, નદીમાં તણાતા મહિલા અને યુવકનો જીવ બચાવ્યો

ભાવનગર: મહુવા તાલુકાના મોટી જાગધારના આર્મી જવાને દિલધડક રેસ્ક્યુ કરી બે લોકોના જીવન બચાવ્યા છે. પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બેને બચાવી લીધા હતા.

ભાવનગર: મહુવા તાલુકાના મોટી જાગધારના આર્મી જવાને દિલધડક રેસ્ક્યુ કરી બે લોકોના જીવન બચાવ્યા છે. પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બેને બચાવી લીધા હતા. જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો વિશાલ ડોડીયા નામનો આર્મી જવાન ભગુડા દર્શને આવ્યો હતો. તે દરમિયાન મહુવા તાલુકાના લોંગડીથી કસાણ જવાના રસ્તે નાળા પરથી પસાર થતી ઇકો ગાડી તણાવા લાગી હતી. જેસર પંથકમાં ભારે વરસાદના કારણે પુલ ઉપર ભારે પ્રવાહ વહેતો હતો.

Bhavnagar: મહુવામાં આર્મી જવાને કર્યું દિલધકડ રેસ્ક્યુ, નદીમાં તણાતા મહિલા અને યુવકનો જીવ બચાવ્યો

નાળા પરથી ભારે પ્રવાહ વહેતો હોવા છતાં ઇકો કાર ચાલકે નાળા પરથી પસાર થવાની કોશિશ કરી હતી. નાળા પર અડધે પહોચતા ભારે પ્રવાહમાં ઇકો કાર તણાવા લાગી હતી. જેમાં બેસેલા ચાર લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે એક મહિલા અને એક યુવાન તણાયો હતો.મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા ઇકો વાહનમાં એક મહિલા સહિત છ લોકો સવાર હતા.તે દરમ્યાન દર્શન કરવા આવેલ આર્મી જવાન વિશાલ ડોડીયા લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યો હતો. તેમજ ભારે પ્રવાહ હોવા છતાં દિલધડક રેસ્કયુ કરી મહિલા અને યુવાન બંનેને બચાવી લીધા હતા. અહેવાલ મળતા મહુવા મામલતદાર અને દાઠા પી.એસ.આઇ. તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે. ગત તારિખ 1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને માવદિયા પોલાભાઈ (ઉ. વ.50) પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરતાં તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા.

બાદમાં તેઓએ ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો હતો.પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા.બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. 

ત્યાર બાદ જામનગર એરફોર્સથી હેલિકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.અહી અમને ભોજન કરાવ્યું,વાહનની વ્યવસ્થા કરી આપી છે અને અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવ્યા. માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે. તે બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર,સરપંચ,આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget