શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં સરકારી નોકરીને લઈને કેજરીવાલે બહાર પાડ્યું કેલેન્ડર, 10 લાખ લોકોને મળશે નોકરી

Arvind Kejriwal Gujarat Visit: દિલ્લીના સીએમ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે.

Arvind Kejriwal Gujarat Visit: દિલ્લીના સીએમ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.

અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર

  • ડિસેમ્બરમાં સરકાર બનશે
  • ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા
  • એપ્રિલમાં પોસ્ટિંગ
  • મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા 
  • જુલાઈમાં રિઝલ્ટ
  • જુલાઈમાં જેટલા શિક્ષકો હશે તે તમામને પૂછીને જ જગ્યાની પસંદ કરવામાં આવશે
  • ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા
  • નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા 
  • ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ

ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે તેવી કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.

મનીષ સીસોદીયાએ પણ સરકાર પર કર્યા પ્રહારો

સિસોદીયાએ કહ્યું કે, સરકારી નોકરીની ભરતીઓ યોજાઈ અને પેપર લીક થઈ જાય છે. પરીક્ષા સમયે જ પેપર લીક થાય છે. દિલ્લીમાં આપની સરકાર બન્યા બાદ એકપણ પેપર લીક નથી થયું. દિલ્લી હાઇકોર્ટે પેપર લીક કરેલા લોકોને જેલ હવાલે કર્યા છે. દિલ્લીમાં 2 લાખ લોકોને સરકારી નોકરીઓ મળી છે. 10 લાખ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ આપી છે. ગુજરાતમાં યુવાનોને નોકરીઓની ખુબ જ જરૂર છે. નોકરીઓ છે પણ સરકારમાં બેઠેલા લોકો રેકેટ ચલાવી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકો જાણી જોઈને નોકરીઓ દબાવી રહ્યા છે. ગુજરાતમાં પેપર લીક ના થાય જલ્દી લોકોને નોકરીઓ મળે તેવા લોકોને પસંદ કરો. તમારા પ્રેમ અને જોશના હિસાબે મારા ઉપર CBI ના દરોડા પડ્યા છે. કેન્દ્રની સરકાર ગમે તે કરે પણ હું ઈમાનદાર છું એટલે મને કાઈ જ નહીં થાય.

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે કેજરીવાલે મુલાકાત કરી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ હાલમાં ભાવનગર પહોંચ્યા છે. ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ એક દિવસીય પ્રવાસ પર છે. સીએમ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ સ્થળ પહેલા નિલમબાગ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે કેજરીવાલે મુલાકાત કરી હતી. 15 થી 20 મિનિટ સુધી યુવરાજ જ્યવીરાજ સાથે મુલાકાત થઈ હોવાની વાત સામે આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરના યુવરાજ સાથેની કેજરીવાલની મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

તો બીજી તરફ તેમના મળ્યા બાદ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકો સાથે સંવાદ કરવા પહોંચ્યા છે. મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલના આગમનને લઈને મોટી સંખ્યામાં યુવાનો આ સંવાદમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ ઇન્દ્રનિલ રાજ્યગુરુ તેમજ યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર છે. અરવિંદ કેજરીવાલના આગમન સમયે લોકોની ચિચિયારીઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Fire at Bullet Train Station: અમદાવાદમાં  નિર્માણાધિન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Fire at Bullet Train Station: અમદાવાદમાં નિર્માણાધિન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Fire at Bullet Train Station: અમદાવાદમાં  નિર્માણાધિન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Fire at Bullet Train Station: અમદાવાદમાં નિર્માણાધિન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો
Delhi Election Results: દિલ્હી ચૂંટણીના વલણો પર બ્રિજભૂષણ સિંહનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- અરવિંદ કેજરીવાલનું...
Delhi Election Results: દિલ્હી ચૂંટણીના વલણો પર બ્રિજભૂષણ સિંહનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- અરવિંદ કેજરીવાલનું...
AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન
AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો
Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો
Embed widget