શોધખોળ કરો

Bhavnagar: માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જાજો, નમૂના સબ સ્ટાન્ડર્ડ થયા જાહેર

ભાવનગરની એકમાત્ર ડેરી છે કે જ્યાંથી પુરા ભાવનગરમાં મેન્યુફેક્ચરિંગ કરીને દૂધનું સપ્લાય કરવામાં આવતું હોય છે.

Bhavnagar News: ભાવનગરની એકમાત્ર સૌથી મોટી માહી પ્રોસેસિંગ યુનિટના દૂધના નમૂનામાં ફેલ થયા છે. આરોગ્ય માટે લાલ બતી કહી શકાય તેવી ગંભીર બેદરકારી બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટર એટલે કે માહી ડેરીની બહાર આવી છે.

આ ડેરીમાંથી સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા નમુનાની લેબ કરવામાં આવતી જે લેબમાં નમૂનામાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, બાદ માહી ડેરી દ્વારા રિપોર્ટને ચેલેન્જ કરતા રિપોર્ટ કેન્દ્રની સરકારી લેબમાં કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ માં આરોગ્ય માટે ગંભીર બાબત ગણી શકાય તેમાં નમૂનામાં આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં મળી આવી હતી.

આ રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની એકમાત્ર ડેરી છે કે જ્યાંથી પુરા ભાવનગરમાં મેન્યુફેક્ચરિંગ કરીને દૂધનું સપ્લાય કરવામાં આવતું હોય છે. 

ગુજરાતની પ્રથમ નવી પેઢીની એકમાત્ર દૂધ ઉત્પાદક કંપની(એમપીસી) માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની કે જે લગભગ એક દાયકા પહેલા નવી પેઢીના સહકારી સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. માહી એમપીસી જેની કામગીરી હમણાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી પરંતુ હવે માહી ડેરી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધારવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. સમગ્ર રાજ્યના નાના નાના ગામડાઓ સુધી પહોંચવાની સાથે વાર્ષિક ટર્નઓવર રૂ. 1700 કરોડને પાર લઈ જવાનો લક્ષ્યાંક માહી ડેરીએ જાહેર કર્યો છે. માહી ડેરી ભારતના 18 ઓપરેશનલ મિલ્ક પ્રોડ્યુસર કંપનીમાંથી એક છે કે જેની માર્ચ 2013 માં વ્યાપારી કામગીરી શરૂ કરાઈ હતી.હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641  સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022માં માહી ડેરીએ તેની ઘી બ્રાન્ડ – ગીર અમૃત – તેના પ્રવાહી દૂધ, દહીં, છાશ, પનીર, શ્રીખંડના ઉત્પાદન પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો રજૂ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget