(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: ગામમાં બે વરઘોડા સામ-સામે આવી ગયા, સ્પ્રે ઉડાડવા મામલે થઇ મોટી બબાલ, પાંચ લોકો ઘાયલ
ભાવનગરના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગમાં બે પરિવારો વચ્ચે અથડામણ થઇ હતી, માહિતી પ્રમાણે, ગામમાં બે લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં હતા,
Bhavnagar: ભાવનગરમાં લગ્ન બાબતે મારામારી થવાની ઘટના સામે આવી છે, જિલ્લાના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.
ભાવનગરના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગમાં બે પરિવારો વચ્ચે અથડામણ થઇ હતી, માહિતી પ્રમાણે, ગામમાં બે લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં હતા, અને બન્નેના વરરાજાના ફૂલેકા એક જ સમય એક જ જગ્યાએ સામ સામે આવી ગયા હતા, આ દરમિયાન એક જુથે સ્પેનો છંટકાવ કરવાનો શરૂ કરી દીધો હતો, જેથી મામલો બિચક્યો હતો, અને મારામારી સુધી પહોંચ્યો હતો. બન્ને પરિવારો વચ્ચે મારામારી થતાં 5 વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એક જ ગામમાં બે લગ્ન પ્રસંગ હોય ત્યારે બે વરરાજાનુ ફુલેકું સામસામે આવી જવાની ઘટના બાદ મોટી માથાકુટ સર્જાઈ હતી. એક પક્ષાના લોકોએ અચાનક બીજા પક્ષ પર હુમલો કરી દીધો હતો અને 5 લોકોને ઇજા પહોંચાડી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને મહુવા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોની યાદી....
1 રાજુભાઇ નાથાભાઇ બાભણીયા મહુવા
2 પૂજાબેન રાજુભાઇ
3 રમેશભાઇ રાણાભાઇ
4 ભારતીબેન ભરતભાઇ
5 જયાબેન બાલાભાઇ
Bhavnagar : ભાવનગરના બે બિલ્ડરને કેમ ફટકારાઇ 30 દિવસની જેલની સજા
ભાવનગરઃ ભાવનગરમાં બે બિલ્ડરને 30 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના બે બિલ્ડરોને ગ્રાહકોને પુરતી સેવા નહી આપવા બદલ 30 દિવસની સજા ફટકારાઇ હતી. બાબુ બારૈયા અને હસમુખ મેર નામના બિલ્ડરને સજા ફટકારાઇ હતી. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના હુકમના અનાદર બદલ જેલની સજા કરાઇ હતી. બિલ્ડરો સામે રહેવાસીઓએ લિફ્ટ, પાર્કિગ અને નબળા બાંધકામ અંગેની ફરિયાદ કરી હતી.
ગુજરેરાના હુકમનો અનાદર કરી મકાન ખરીદનાર નાગરિકોને નબળા બાંધકામ, પુરતી સુવિધાઓ પુરી ના પાડવા બદલ ભાવનગરના બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા ફટકારવામાં આવી છે, તેવું ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટીના સચિવની યાદીમાં જણાવ્યું હતુ.
આ યાદીમાં જણાવ્યું હતું કે નાગરિકો દ્ધારા ભાવનગરની રૂદ્ર રેસિડેન્સી પ્રોજેક્ટના ફ્લેટમાં બાકી કામો જેવા કે લિફ્ટ, પાર્કિંગ, નબળા અને હલકા પ્રકારનું બાંધકામ અંગે ગુજરાત રેરામાં ફરિયાદ દાખલ કરાઇ હતી. જેને ધ્યાને લઇ ઓથોરિટી દ્ધારા બંન્ને પક્ષકારોને પુરતી તક આપી રૂદ્ર ડેવલપર્સ પ્રોજેક્ટમાં એ,બી,સી, ડી ચાર વિંગમાં ચાર લિફ્ટ ત્રણ માસમાં પુરી પાડવા હુકમ કર્યો છે. પરંતુ સમયમર્યાદામાં આ સુવિધા પુરી પાડવામાં ન આવતા ફરિયાદીઓ દ્ધારા રેરાર ઓથોરિટીમાં એક્ઝીક્યુશન પીટિશન દાખલ કરાઇ હતી. જે અંતર્ગત ગુજરાત રેરા દ્ધારા હુકમ કરી ધરપકડ વોરન્ટ જાહેર કરીને રૂદ્ર ડેવલપર્સના ભાગીદારો બાબુભાઇ વેલજીભાઇ બારૈયા અને હસમુખભાઇ શાંતિલાલ મેરને 30 દિવસની કેજની સજા ફટકારી ગુજરાત રેરાની સિવિલ જેલમાં મોકલ્યા હતા.