શોધખોળ કરો

Bhavnagar: ઉછીના પૈસા પરત લેવા આવેલા યુવાન પર હુમલો, પતિ, પત્ની સહિત ત્રણ લોકોએ યુવાન પર છરીના ઘા ઝીંક્યા

ભાવનગર શહેરમાં પૈસાની લેવડદેવડ મામલે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે, ઉછીના પૈસાની માંગણી કરતા એક યુવાન પર ત્રણ શખ્સોએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા

Bhavnagar News: ભાવનગર શહેરમાં પૈસાની લેવડદેવડ મામલે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે, ઉછીના પૈસાની માંગણી કરતા એક યુવાન પર ત્રણ શખ્સોએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા, આ પછી યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને શહેરની સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. 

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરમાંથી વધુ એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં પૈસાની લેવડદેવડ મામલે એક યુવાનને ત્રણ સભ્યોએ છરીના ઘા મારીને ઘાયલ કરી દીધો છે. શહેરના વડવા તલાવડી વિસ્તારમાં અરવિંદભાઇ નામનો યુવક ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરવા આવ્યો હતો, આ દરમિયાન તેના પર પતિ, પત્ની અને અન્ય એકે, એમ કુલ ત્રણ વ્યક્તિઓએ મળીને છરી વડે હુમલો કર્યો હતો, આ ઘટનામાં ઉછીના રૂપિયા પરત લેવાના મામલે દીકરાની દાઝ તેના પિતા ઉપર છરીના ઘા મારીને ઉતારવામાં આવી હતી, પીડિત અરવિંદભાઇ વાઘેલાની હાલત ગંભીર થઇ જતાં તેમને શહેરની સિવિલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ પછી અરવિંદભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પતિ, પત્ની સહિત 3 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભાવનગરના તળાજા પાસે એસટી બસ પલટી જતાં અકસ્માત, 15 મુસાફરોને પહોંચી ઇજા

તળાજા નજીક મહુવા હાઇવે  પર એસટી બસ પલટી જતાં ખાડામાં  જઇ પડી હતી. આ દુર્ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. એસટી બસ અચાનક ખાડામાં પડી જતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. 15 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. 15માંથી ત્રણ લોકોને વધુ ઇજા થતાં 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. ઘટના તળાજાની નજીક બની હતી. ઘટનાની જાણ થતાં  પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુર્ઘટના અંગે અને તેના કારણો અંગે તપાસ શરૂ કરી હતી.

તો બીજી તરફ ત્રિપલ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટના જેતપુરમાં ધારેશ્વર પાસે એસટી બસ, કાર અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત સર્જાતા  3 લોકો ઈજા પહોંચી હતી. જો કે એસટી બસમાં સવાર 47 મુસાફરનો આબાદ  બચાવ થયો હતો. ટ્રીપલ અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહનો રોડ પર અટવાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. 

તો બીજી તરફ મહેસાણાના સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે  પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી.                                                                                   

ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો

આ ટક્કર એટલી ગંભીર હતી કે, ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી.  અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Embed widget