શોધખોળ કરો

Bhavnagar Rain: ધોધમાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ, અનેક વાહન ચાલકો ફસાયા

Bhavnagar Rain:  મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

Bhavnagar Rain:  મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી.

ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું હતું. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા હતા. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરાયા હતા. નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ ગામને એલર્ટ કરાયા હતા.  ભાવનગરના ભાલ પંથકમાં દેવળિયા-પાળીયાદ ગામનો સંપર્ક તૂટ્યો હતો. ઘેલો નદીનું પાણી કોઝવે પર ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. કોઝવે પર ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

ભાવનગરના ભાલ પંથકમાં આવેલ દેવળીયા અને પાળીયાદ ગામ ઉપરવાસ વરસાદના કારણે સંપર્ક વિહોણું બન્યું છે. ઘેલો નદીનું પાણી અચાનક કોઝવે પર આવી જતા દેવળીયા ગામ નજીકમાં નવો બની રહેલ કોઝવે પુલ ઉપર 4 શ્રમિકો ફસાયા ગયા હતા. જેની જાણ ભાવનગર ગ્રામ્ય મામલતદારને થતા રેસ્ક્યુ વિભાગની ટીમ દ્ધારા ચાર શ્રમિકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે.

ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું.  ભાવનગરના જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.  10 ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. જેસર તાલુકાના દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, કરલા, રાણપડા સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા હતા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget