શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ યુવતીને પરપુરૂષ સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં પતિએ વીડિયો બનાવીને શું કર્યું ? જાણો ચોંકાવનારી વિગત
આત્મહત્યાના 10 દિવસ પહેલા બનેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભાવનગરઃ વરતેજના નવાગામ ખાતે ત્રણ દિવસ પૂર્વે સામુહિક આપઘાત પ્રકરણમાં આત્મહત્યા કરનાર પતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આત્મહત્યા કરનાર પતિએ આપવીતી જણાવી છે. પતિ જણાવી રહ્યો છે કે પત્નીના અનૈતિક સંબંધોના કારણે આત્મહત્યા કરી રહ્યો છે અને બાળકોને પણ મારી રહ્યો છું. આત્મહત્યાના 10 દિવસ પહેલા બનેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભાવનગર પાસેના વરતેજના નવાગામ ખાતે રહેતા લાલાભાઇ નાગજીભાઇ ચોહાણ (ઉં.વ.30 )એ ઘરકંકાસથી કંટાળી તેનાં બન્ને બાળકોને ગળેટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. યુવક વીડિયોમાં કહે છે કે મોટાભાઇ-જીતુભાઇ તમારા દીકરાનો વાંક નથી. મારી પત્નીને આયરના છોકરા સાથે સંબંધ હતો. જીંદગીમાં મારે કરવું હતુ તે કરી નાખ્યું છે. ગગલાને અને મારી વહુને ભલે ગમે તેવા સંબંધ હોય તો હવે તેને તેનું ઘર માંડવું હોય કે તેના ઘરમાં બેસવું હોય તો ભલે બેસે. ભલે તેના ઘરમાં રહે. હું અને મારા છોકરા રાજી ખુશીથી મરી જઇએ છીએ. મારે છોકરાને પણ જીવવા દેવા નથી. મારી પીઠ પાછળ ઘા કર્યો છે.
વીડિયોમાં તેણે વધુ ઉમેર્યું હતું કે, આ દુ:ખના કારણે મરૂ છું અને મારા છોકરાને પણ મારૂ છુ. જેણે મારી વહુને સપોટ કર્યો છે, તેને હું બદદુવા આપું છું. તે દુ:ખી થશે. મારો આત્મા બળી ગયો જેની સાથે રહ્યો તેણે મને દગો દીધો છે. મેં જે વસ્તુ જાણી છે, જોઇ છે, તે બહુ ખરાબ છે. કોઇને દોષ દેવો નથી. મારી લંકા લૂંટાઇ ગઇ છે. એટલે હું લૂંટાઇ જાવ છુ. મારા મા સમાન ભાભી ઉપર મેં હાથ ઉપાડ્યો છે. તો મોટાભાઇ છો માફ કરી દેજો. મેં કાળમા આવીને હાથ ઉપાડયો હતો. મારી વહુએ જે કાળા મોઢા કર્યા છે. તે તે જ જાણે. હવે મારે કાંઇ જોવાનુ નથી. હું મરી જાવ છુ. તું તારા ઘર-પરિવારનુ ધ્યાન રાખજે. મેં જેનાથી પૈસા લીધા છે. તે ગટીયાથી લઇ લે તેમ કહેજે.
આ ઘટનાની વિગતો એવી છે કે,લાલાભાઇ ને તેની પત્ની સાથે કેટલાક સમયથી ઘરકંકાસ ચાલતો હતો. આર્થિક સ્થિતિ થોડી નબળી હોઈ વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. છેલ્લે ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયરે ચાલી ગઈ હતી અને સમજાવ્યા છતાં પરત ન આવતાં લાલાભાઇએ કંટાળી નાની દીકરી પ્રતિજ્ઞા (ઉં.વ.5 ) તથા પુત્ર માનવ (ઉં.વ.3 )ને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડાં બાંધી ગળે ટૂંપો દઈ બાદમાં પોતે પણ ફાંસો ખાઇ લેતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.
ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ
30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, જાણો કઈ તારીખ સુધીમાં મળશે બોનસ
આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion