શોધખોળ કરો

બોટાદમાં કપાસના આંદોલને લીધું હિંસક સ્વરૂપ! AAPની મહાપંચાયતમાં પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો!

Botad cotton Farmer protest: બોટાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસના ભાવ અને બોટાદ યાર્ડમાં પ્રવર્તતી 'કડદા પ્રથા' (કપાસના વજનમાં કપાત કરવાની પ્રથા) નાબૂદ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે.

Botad cotton Farmer protest: ગુજરાતના બોટાદ જિલ્લામાં કપાસના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન હડદડ ગામે આયોજિત આમ આદમી પાર્ટી (AAP) ની મહાપંચાયતમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. સભા ચાલુ હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા જ ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો હતો. આ હિંસક ઘર્ષણમાં પોલીસના એક વાહન પર પથ્થરમારો થયા બાદ તેને ઉંધુ વાળી દેવામાં આવ્યું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતા, પોલીસે વળતા જવાબમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાથી હડદડ ગામમાં તંગદિલીનો માહોલ છે. આ આંદોલન મુખ્યત્વે બોટાદ યાર્ડમાં 'કડદા પ્રથા' નાબૂદ કરવાની માંગ સાથે ચાલી રહ્યું છે.

કપાસના મુદ્દે આંદોલન: હડદડ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

બોટાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસના ભાવ અને બોટાદ યાર્ડમાં પ્રવર્તતી 'કડદા પ્રથા' (કપાસના વજનમાં કપાત કરવાની પ્રથા) નાબૂદ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે, હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાજુ કરપડાની હાજરીમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાપંચાયત ચાલી રહી હતી તે દરમિયાન, જ્યારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે સ્થિતિ અચાનક વિફરી હતી. ગામ લોકો અને AAP ના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘર્ષણ એટલું ઉગ્ર બન્યું કે પથ્થરમારામાં પોલીસનું એક વાહન ક્ષતિગ્રસ્ત થયું અને તેને ઉંધુ વાળી દેવામાં આવ્યું હતું, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

સ્થિતિ નિયંત્રિત કરવા ટિયરગેસના સેલ છોડાયા

પોલીસ અને ગ્રામજનો વચ્ચેના આ ઘર્ષણ બાદ હડદડ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે, પોલીસે વળતા પગલા તરીકે ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 

ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 

Embed widget