શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દુ સંગઠનો મેદાને, 5 હજાર લોકો ઉતર્યા રસ્તા પર

Bhavnagar: ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો આવ્યા મેદાનમાં આવ્યા છે. જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 5,000 વધું યુવાઓ રેલીમાં જોડાયા.

Bhavnagar: ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો આવ્યા મેદાનમાં આવ્યા છે. જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 5,000 વધું યુવાઓ રેલીમાં જોડાયા હતા. જોકે આવેદન પત્ર પાઠવતા સમયે એડિશનલ કલેકટર સાથે શાબ્દિક ઘર્ષણ થતા હિન્દુ સંગઠનના યુવાઓએ 30 મિનિટ સુધી કલેકટર કચેરીનો રોડ બ્લોક કરી રામધુન મચાવી હતી. આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની રજુઆત અને આવેદન પત્ર સ્વીકારવા ઓફિસ પરથી નીચે પહોંચતા મામલો શાંત થયો હતો.

ભાવનગરમાં ડિસ્ટર્બ એરીયા એકટ લાગુ કરવા માટે દાયકાઓથી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો સુખદ અંત નહીં આવતા આખરે વિવિધ હિંદુ સંગઠનો મેદાન પર ઉતર્યા છે. આજે શહેરના જશુંનાથ સર્કલ પરથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું. જ્યાંથી કલેક્ટર કચેરીએ વિવિધ બેનરો અને અશાંત ધારો લાગુ કરવાની માંગના સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા. રેલી કલેક્ટર કચેરીએ પહોંચી એ સમયે કલેક્ટર હાજર નહીં હોવાથી અધિક કલેક્ટરને અવેદપત્ર આપવા જતા વિવિધ હિન્દુ સંગઠનોની માગણી હતી કે 5000 થી વધું લોકો હાજર હોવાથી અધિક કલેકટર તેમની કચેરીમાંથી નીચે આવીને અવેદપત્ર સ્વીકારે તેવી વિનંતી કરી હતી પરંતુ અધિક કલેકટર પોતાની કચેરીમાં જ અવેદપત્ર આપવાનો આગ્ર રાખીને બેઠા હતા. આમ અધિક કલેકટરનાં કડક વલણથી આગેવાનો નારાજ થયા હતા. આ દરમિયાન એક આગેવાને અધિકારી કલેકટરને બોવ સરળ શબ્દોમાં કહ્યું હતું કે આવતીકાલે મુખ્યમંત્રી ભાવનગરમાં આવે છે. આમ આગેવાનનો કેવાનો અર્થ એવો થયો કે જો અધિક કલેક્ટર જડ વલણ દાખવશે તો મુખ્યમંત્રીને અવેદપત્ર આપીને રજુઆત કરશે.

ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાંથી હિન્દુઓને ફરજીયાત ઘર વહેંચી બીજા સ્થળે રહેવા જવુ પડે છે. જેને પરિણામે શહેરની કોમી-એખલાસતા ઘટી રહી છે. આ સંજોગોમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી,ગૃહરાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરેલ છે. હિન્દુ આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારમાં અમુક મકાનો ખરીદી તેની ઊંચી રકમ ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ હિન્દુ લોકોને અમુક પ્રવૃત્તિઓ કરી માનસિક ત્રાસ આપી મકાનો વેચવા માટે મજબૂર બનાવવામાં આવે છે ત્યારે આવા સંજોગોમાં ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો દરેક ધર્મના લોકો સુરક્ષાનો અનુભવ કરી શકે તેવી માંગ ઉઠી છે

ગુજરાતના વિવિધ જિલ્લામાં અશાંત ધારો લાગુ થઈ રહ્યો છે તો ભાવનગરમાં શા માટે નહીં તેવી માંગ કરવામાં હતી. આ માંગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમજ ભાજપના નગરસેવક સહિતનાઓ જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અમદાવાદ વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો લાગુ પડ્યો છે અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે ત્યારે વહેલીતકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદાજુદા આઠ મંડળોએ આ અંગેની સંયુક્ત રજુઆત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
Embed widget