Bhavnagar: યુવક યુવતિને મેસેજ મોકલીને કરતો હતો બ્લેકમેલ, કંટાળીને ભર્યું એવું પગલું કે જાણીને ચોંકી જશો
Bhavnagar News: યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Bhavnagar News: ગારીયાધારના ઠાસા ગામમાં રહેતી યુવતીએ તેના જ ગામમાં રહેતા યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
શું છે મામલો
ગારીયાધારના ઠાસા ગામમાં રહેતા રવિનાબેન રામજીભાઈ કાનાણી (ઉંમર વર્ષ.27) એ બે દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા ર લખેલી ચીઠી મળી આવી હતી, જેમાં ગામમાં રહેતો સચિન હરિભાઈ વોરા બ્લેકમેલ કરી અવારનવાર હેરાન કરતો હોય તેમ જ ફોનમાં મેસેજ કરતો હોય,આ શખ્સના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ બનાવ અંગે રવિનાબેનના પિતા રામજીભાઈ ઘુસાભાઇ કાનાણીએ પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ગારીયાધાર પોલીસે સચિન ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત ભાજપની શિસ્ત સમિતિને કેટલી ફરિયાદ મળી ? જાણો કયા ઝોનમાંથી મળી સૌથી વધુ ફરિયાદ
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેક્રોડ બ્રેક 156 સીટો જીતી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. જોકે હવે ભાજપે ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરનારા નેતાઓ, કાર્યકરો સામે કામગીરી કરવાનું મન બનાવી લીધું છે. જે માટે ભાજપ દ્વારા શિસ્ત સમિતિની રચાના કરવામાં આવી છે.
ભાજપની શિસ્ત સમિતિ 650 જેટલી મળેલી ફરિયાદની સત્યતા ચકાસી છે. સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છની 150 ફરિયાદો પર શિસ્ત સમિતિએ મંથન કર્યું. આ સિવાય ઉત્તર ઝોનમાંથી મળેલી 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી હતી. રાજકોટ,સુરેન્દ્રનગર,ખેડા,સાબરકાંઠા અને પાટણ જિલ્લામાથી સાંસદો સામે ફરિયાદ મળી હતી. અમરેલી,બોટાદ,જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ પક્ષના મોટા નેતાઓ સામે ફરિયાદ થઈ હતી.
શિસ્ત સમિતિમાં 50થી વધુ ખોટી ફરિયાદો મળ્યા હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર દિવસ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી હતી. સૌથી ઓછી ફરિયાદ મધ્ય ઝોનમાંથી મળી હતી. જિલ્લાસ્તરે સંગઠનના હોદેદારો અને સાંસદોની ફરિયાદ મળી હતી. શિસ્ત સમિતિએ ફરિયાદી અને આક્ષેપિતને સાંભળીને રિપોર્ટ તૈયાર કર્યો. શિસ્ત સમિતિએ ફરિયાદો અંગે તૈયાર કરેલો રિપોર્ટ કોર કમિટીને સોંપવામાં આવશે. રિપોર્ટ બાદ પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર સામે ભાજપ પગલાં લઈ શકે છે.