શોધખોળ કરો

Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરમાં ધોધમાર વરસાદ; મહુવા, સિહોરના અનેક વિસ્તારો જળબંબાકાર.
  • વલસાડમાં બીજા દિવસે વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા માર્ગો બંધ.
  • દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે ભારે વરસાદ થયો, ખેડૂતો ખુશ થયા.
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી.

ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી મહુવાના અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા છે.  ગાર્ડન રોડ, કુંભારવાડા, ખારના ઝાપા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

મહુવા ગ્રામ્ય પંથકમાં વરસાદ

મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મોટા ખુટવડા, ઉમણીયાવદર, બાંભણિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે. 

સિહોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ

ભાવનગરના મહુવા બાદ સિહોર તાલુકામાં પણ ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  વરલ, થોરાળી, રામગઢ, નાની માંડવાળી ગામમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. 

મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા

સતત બીજા દિવસે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા છે. વલસાડ શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  વરસાદના કારણે છીપવાડ, મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરવાળી ગરનાળું બંધ કરાયું છે. જ્યારે છીપવાડા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી 40 ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો આ તરફ વાપી, પારડી, કપરાડા, ઉમરગામ, નાના પોન્ડામાં પણ વરસાદી માહોલ છે. ગઈકાલે પણ વલસાડમાં 3.03 ઈંચ, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40 ઈંચ જ્યારે વાપીમાં 2.20 ઈંચ વરસાદ ખાબક્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.

આ પણ વાંચો- સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 1થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5થી 6 દિવસ દરમિયાન ચોમાસું વધારે સક્રિય રહેશે અને વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસું છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેમાં હવે ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget