શોધખોળ કરો

સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ

સતત બીજા દિવસે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા છે. વલસાડ શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વલસાડમાં સતત બીજા દિવસે ભારે વરસાદ, અનેક ગરનાળા ભરાયા.
  • છીપવાડ ગરનાળામાં પાણી ભરાતા 40 ગામોને હાલાકી પહોંચી.
  • ગુજરાતના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશ થયા.
  • નવસારીમાં 4.53 ઇંચ સર્વોચ્ચ વરસાદ, રાજ્યમાં ચોમાસુ સક્રિય.

સતત બીજા દિવસે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા છે. વલસાડ શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો..વરસાદના કારણે છીપવાડ, મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરવાળી ગરનાળું બંધ કરાયું છે. જ્યારે છીપવાડા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી 40 ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો આ તરફ વાપી, પારડી, કપરાડા, ઉમરગામ, નાના પોન્ડામાં પણ વરસાદી માહોલ છે. ગઈકાલે પણ વલસાડમાં 3.03 ઈંચ, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40 ઈંચ જ્યારે વાપીમાં 2.20 ઈંચ વરસાદ ખાબક્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વલસાડમાં સતત બીજા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ અને સ્ટેશન રોડ પર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરાવાડી ગરનાળું બંધ કરવું પડ્યું છે, જ્યારે છીપવાડા ગરનાળામાં પાણી ભરાતા આસપાસના 40 ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી, પારડી, કપરાડા, ઉમરગામ અને સંઘપ્રદેશ દમણમાં પણ ભારે વરસાદી માહોલ છે. દમણમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

રાજ્યના 5 તાલુકાઓમાં ૩ થી સાડા ચાર ઈંચ અને 25 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાની સવારી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી છે. ગીર સોમનાથ અને અમરેલી બાદ આજે સવારથી પોરબંદરમાં સુદામા ચોક, કમલાબાગ અને એરપોર્ટ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા, જેનાથી લોકોને ઉકળાટથી રાહત મળી છે. ગીર સોમનાથના વેરાવળ અને ઉનામાં પણ સારો વરસાદ થતાં જગતનો તાત આગામી દિવસોમાં હજુ વધુ સારા વરસાદની આશા રાખી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ , જલાલપોરમાં 3.50 ઈંચ, કામરેજ તાલુકામાં 3.46 ઈંચ, સાવરકુંડલામાં 3.11, વલસાડમાં 3.03 ઈંચ, સુરત શહેરમાં 2.80, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40, અંકલેશ્વરમાં 2.32 ઈંચ, ઓલપાડમાં 2.32, વાપીમાં 2.20, ચીખલીમાં 2.05 ઈંચ, પલસાણા 1.93 ઈંચ, વસોમાં 1.85 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Frequently Asked Questions

વલસાડ જિલ્લામાં વરસાદની વર્તમાન સ્થિતિ શું છે?

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ અને સ્ટેશન રોડ પર ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.

વલસાડમાં ભારે વરસાદના કારણે કઈ સમસ્યાઓ સર્જાઈ છે?

ભારે વરસાદના કારણે છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરાવાડી ગરનાળું બંધ કરાયું છે, જ્યારે છીપવાડા ગરનાળાના કારણે 40 ગામના લોકોને હાલાકી પડી રહી છે.

ગુજરાતમાં ચોમાસાની શું સ્થિતિ છે અને ખેડૂતો પર તેની શું અસર થઈ છે?

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, છેલ્લા 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ નવસારીમાં નોંધાયો છે. આ ઉપરાંત જલાલપોરમાં 3.50 ઈંચ અને કામરેજમાં 3.46 ઈંચ વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget