શોધખોળ કરો

Bhavnagar Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી  છે. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગર શહેરમાં બપોર બાદ વરસાદ, બફારામાંથી રાહત મળી.
  • અમરેલીના સાવરકુંડલામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસ્યો.
  • સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જળભરાવથી હાલાકી.
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી.

ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણમાં  અચાનક બદલાવ થયો અને વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.  ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી  છે. 

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

લોકો વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું. વરસાદી માહોલ જામતા લોકો પણ ખુશખુશાલ છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી. ભાવનગર શહેર સિવાય મહુવા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. જેસરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.  

અમરેલી જિલ્લામાં પણ જામ્યો વરસાદી માહોલ

અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલીના સાવરકુંડલામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસ્યો છે.  અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી, નવાગામ, છાપરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે.  વીજપડી ગામે ધોધમાર વરસાદથી રોડ-રસ્તા  પાણી-પાણી થયા હતા. પાંચમા દિવસે વરસાદ વરસતા સાવરકુંડલા પંથકના ખેડૂતો ખુશખુશાલ છે.  આગોતરૂ વાવેતર કરનારા ખેડૂતોને વરસાદથી  ફાયદો થશે. 

સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

સુરત શહેરમાં આજે અડધો ઈંચ, અરેઠમાં એક ઈંચ જ્યારે મજુરાગેટ, ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સામાન્ય વરસાદના કારણે ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં તેમજ ઉધના અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. 

આ પણ વાંચો- Gujarat Rain: ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં એક સપ્તાહ સામાન્ય વરસાદ વરસશે.  ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Frequently Asked Questions

ભાવનગર શહેરમાં વરસાદ ક્યારે શરૂ થયો?

ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું.

અમરેલી જિલ્લામાં કેટલા દિવસથી વરસાદ વરસી રહ્યો છે?

અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા પંથકના ખેડૂતો આ વરસાદથી ખુશખુશાલ છે અને આગોતરૂ વાવેતર કરનારાઓને ફાયદો થશે.

સુરતમાં વરસાદના કારણે શું મુશ્કેલીઓ પડી?

સુરતમાં ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં તેમજ ઉધના અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી થઈ હતી.

હવામાન વિભાગે આગામી સમય માટે કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે?

હવામાન વિભાગે એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ પણ આપ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સપ્તાહ સામાન્ય વરસાદ વરસશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget