શોધખોળ કરો

Gujarat Rain: ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહ ભારે વરસાદની આગાહી કરી.
  • ગુજરાતમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે, અન્યત્ર સામાન્ય વરસાદ.
  • સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદથી જળબંબાકાર, તંત્રની પોલ ખુલી.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં એક સપ્તાહ સામાન્ય વરસાદ વરસશે.  ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદ પડવાની શક્યતા છે. મહિસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  

 ગુજરાતમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે

હવામાન વિભાગે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.  રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકામાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈ પણ લેટેસ્ટ અપડેટ આપ્યું છે.  ગુજરાતમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે.  48 કલાક બાદ મહારાષ્ટ્ર નજીક અટવાયેલું ચોમાસું આગળ વધશે.  ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટી અંતર્ગત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

સુરત શહેરમાં આજે અડધો ઈંચ, અરેઠમાં એક ઈંચ જ્યારે મજુરાગેટ, ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સામાન્ય વરસાદના કારણે ડિંડોલીના ભીમનગર રેલવે ગરનાળામાં તેમજ ઉધના અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. 

લાંબા સમયની રાહ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહી છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે, બીજી તરફ સુરત અને વલસાડ જેવા મોટા શહેરોમાં પ્રથમ સામાન્ય વરસાદમાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

Frequently Asked Questions

દક્ષિણ ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તાર માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે?

હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. 48 કલાક બાદ મહારાષ્ટ્ર નજીક અટવાયેલું ચોમાસું આગળ વધશે.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે?

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ અપાયું છે.

સુરતમાં થયેલા વરસાદની શું અસર થઈ?

સુરતમાં ધોધમાર વરસાદને કારણે અડધો ઈંચથી વધુ પાણી પડ્યું. ડિંડોલીના રેલવે ગરનાળા અને અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget