અમેરિકાના રાષ્ટ્રપતિની આ ભૂલને કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગયું ઇરાન, જાણો ક્યાં કારણે આવું બન્યું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં સ્ટેટ ઓફ ધ યુનિયનમાં એક ભાષણ આપ્યું હતું જે યુક્રેનના સમર્થનમાં હતું. પરંતુ આ દરમિયાન તેણે એવી ભૂલ કરી કે અચાનક ઈરાન ચર્ચામાં આવી ગયું.
નવી દિલ્લી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં સ્ટેટ ઓફ ધ યુનિયનમાં એક ભાષણ આપ્યું હતું જે યુક્રેનના સમર્થનમાં હતું. પરંતુ આ દરમિયાન તેણે એવી ભૂલ કરી કે અચાનક ઈરાન ચર્ચામાં આવી ગયું.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન રશિયાના આક્રમણના વિરોધમાં ભાષણ આપ્યા બાદ અચાનક જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા. ઉલ્લેખનિય છે કે, જો બાઇડને સ્ટેટ ઓફ ધ યુનિયનના ભાષણમાં ભૂલથી જ યુક્રેનિયનની જ્ગ્યાએ ઇરાની શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેઓ ભાષણ દરમાન ચુક્રેનિયનને બદલે ઇરાની લોકો બોલી ગયા. આ ઘટના બાદ ઇરાન અને જો બાઇડન ટવિટરની દુનિયામાં છવાઇ ગયા. જો બાઇડને તેના ભાષણમાં કહ્યું કે, “પુતિન ટેન્કની સાથે કિવને ઘેરી શકે છે. જો કે તે ક્યારેય પણ ઇરાની લોકોના દિલમાં સ્થાન નહીં મેળવી શકે”
જો બાઇડેનથી ભૂલથી ઇરાની શબ્દનો ઉપયોગ થતાં સોશિયલ મીડિયા પર “ઇરાની” શબ્દ ટ્રન્ડ થઇ ગયો. જો કે આ પહેલી વખત નથી કે, 79 વર્ષિય જો બાઇડેન આ રીતે શબ્દમાં ગૂચવાયા હોય. એક બાળકની જેમ તેને અચકાવાવની ટેવ હતી અને તેમણે તેના પર કામ કરીને કેટલીક અંશે કાબૂ મેળવ્યો છે. તે તેમના ભાષણમાં આવતી પરેશાનીને દૂર કરવા માટે યેટસ અને ઇમર્સનના કામને વાંચવા માટે લાંબો સમય આપતા હતા..
ગત વર્ષે સોશિયલ મીડિયામાં તેમની આ શાબ્દિક ભૂલને કારણે જ તેઓ ટ્રોલ થયા હતા. આ પહેલા જો બાઇડને ભૂલથી ઉપાધ્યક્ષ કમલા હૈરિસને રાષ્ટ્રપતિ હૈરિસ કહી દીધું હતુ. તેમના ભાષણને સ્ટેટ ઓફ ધ યુનિયનમાં આગળ વધારતા જો બાઇડને કહ્યું હતું કે, તેમનો દેશ યુક્રેનમાં રશિયા સેનાની સામે સૈનિકોને તૈનાત નહીં કરે. આ સાથે જ તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દુનિયાની બુનિયાદની હચમચાવવાની કોશિશ કરી છે.