બોલીવુડ સુપરસ્ટાર ટાઈગર શ્રોફનું અસલી નામ શું છે? જેકી શ્રોફે કેમ બદલ્યું તેનું નામ? જાણો અહીં
ટાઈગરે 2014માં ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ હીરોપંતી પછી તેણે પાછું વળીને જોયું નથી અને એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff) 2 માર્ચે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે તેની એક્શન સિક્વન્સ અને ડાન્સિંગ સ્કિલ માટે જાણીતો છે. તેનો જન્મ 2 માર્ચ, 1990ના રોજ જેકી શ્રોફ (Jackie Shroff) અને આયેશા શ્રોફને ત્યાં થયો હતો. જન્મ પછી તેના માતા-પિતાએ બાળપણમાં તેનું નામ જય હેમંત શ્રોફ (Jay Hemant Shroff) રાખ્યું હતું, પરંતુ બાદમાં તેનું નામ ટાઈગર રાખી દેવામાં આવ્યું.
એક ઈન્ટરવ્યુમાં ટાઈગરે આ માટે એક રમૂજી કારણ પણ જણાવ્યું હતું. ટાઈગરે કહ્યું હતું કે નાનપણમાં તે લોકોને તેના દાંતથી ખૂબ કરડતો હતો અને આ આદતને કારણે તેનું નામ ટાઈગર પડ્યું હતું. ટાઈગરે કહ્યું, "નાનપણમાં હું મારી આસપાસના લગભગ બધાને કરડતો હતો. મેં મારા શિક્ષકને પણ બચકું ભર્યું હતું, જેના કારણે મને સજા પણ થઈ હતી."
ટાઈગરે 2014માં ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ હીરોપંતી પછી તેણે પાછું વળીને જોયું નથી અને એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.ટૂંક સમયમાં તે હીરોપંતીની સિક્વલ હીરોપંતી-2 માં જોવા મળશે જેમાં તેની સાથે તારા સુતરિયા જોવા મળશે. અંગત જીવનની વાત કરીએ તો ટાઈગરનું નામ લાંબા સમયથી અભિનેત્રી દિશા પટણી સાથે જોડાયેલું છે.
ટાઈગર અને દિશા બંનેએ પહેલીવાર મ્યુઝિક વીડિયો બેફિકરેમાં કામ કર્યું હતું. આ પછી બંનેએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને નજીક આવ્યા. બંને ઘણીવાર આઉટિંગ અને વેકેશન પર સાથે જોવા મળે છે, જો કે તેઓએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને કશું કહ્યું નથી.