(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Updates: રાહુલ ગાંધીને સજા પર કોંગ્રેસનું દેશભરમાં વિરોધ પ્રદર્શન
Breaking News Updates: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે.
LIVE
Background
Breaking News Updates, 23rd March, 2023: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. આજે ચુકાદાને લઈ 10 વાગ્યા બાદ વકીલો સિવાય કોઈને પણ કોર્ટમાં એન્ટ્રી નહી મળે. જેતી વકીલો, પક્ષકારોની પોલીસ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે.
શું છે મામલો
આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે.
શેરબજાર ઘટાડા સાથે રહ્યું બંધ
અમેરિકાની ફેડે વધારેલા દરની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ રહ્યું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 257.10 લાખ કરોડ થઈ છે. આજે સેન્સેક્સ 289.31 પોઇન્ટના ઘટાડા સાથે 27,925.28 પોઇન્ટ પર અને નિફ્ટી 80.62 પોઇન્ટના ઘટાડા સાથે 17953.46 અંક પર બંધ રહ્યા.
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધીને સજા પર કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ શું કર્યુ ટ્વિટ
રાહુલ ગાંધીને સજા બાદ બહેન પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ
"My brother has never been afraid, nor will he ever be. Have lived speaking the truth, will continue to speak the truth. Will continue to raise the voice of the people of the country," tweets Congress General Secretary Priyanka Gandhi Vadra after Rahul Gandhi was found guilty in… pic.twitter.com/l1RByccUZ3
— ANI (@ANI) March 23, 2023
દેશના લોકો પણ રાહુલ ગાંઘીના આવા નિવેદનને કારણે નારાજ છેઃ સી.આર.પાટીલ
નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, રાહુલ ગાંઘી જે રીતે પુરા સમાજ કે કોઇ પણ વ્યકિત વિશે ગમે તેમ બોલી લે છે, તેમનો બોલવામાં કોઇ કંટ્રોલ નથી.રાહુલ ગાંઘીએ આખા સમાજને બદનામ કરવા જે નિવેદન આપ્યુ હતું તેના કારણે નારાજ થઇને ગુજરાતના પુર્વ કેબિનેટમંત્રી અને હાલના ધારાસભ્ય પુર્ણેશભાઇ મોદીએ કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટનો આજે ચુકાદો આવ્યો છે તેમાં તેમને દોષી જાહેર કર્યા છે. આ પછી હવે રાહુલ ગાંઘીના નિવેદન પર સુઘારો થાય તો સારુ કેમ કે તેઓ દેશનું પણ વારંવાર અપમાન કરી ચુકયા છે. દેશના લોકો પણ રાહુલ ગાંઘીના આવા નિવેદનને કારણે નારાજ છે.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું
રાહુલ ગાંધીને સજા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, તેને જામીન મળી ગયા છે. અમે શરૂઆતથી જ જાણતા હતા કારણ કે તેઓ ન્યાયાધીશો બદલતા રહ્યા. અમે કાયદા, ન્યાયતંત્રમાં માનીએ છીએ અને અમે કાયદા મુજબ આની સામે લડીશું.