શું ખરેખર ₹૫૦૦ ની નોટ બંધ થવા જઈ રહી છે? RBI ના નિર્દેશો અંગે વાયરલ થઈ રહ્યા છે સમાચાર, જાણો સત્ય
Is 500 note banned by RBI: સોશિયલ મીડિયા પર ₹૫૦૦ ની નોટ ચલણમાંથી પાછી ખેંચાવાનો ખોટો દાવો, RBI નો વાસ્તવિક નિર્દેશ ફક્ત ATM માં ₹૧૦૦ અને ₹૨૦૦ ની નોટ વધારવા અંગેનો છે.

500 rupee note discontinued news: છેલ્લા કેટલાક દિવસોથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ₹૫૦૦ ની ચલણી નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વાયરલ પોસ્ટ્સને કારણે લોકોમાં મૂંઝવણ અને ચિંતા ફેલાઈ રહી છે. જોકે, આ વાયરલ સમાચારનું સત્ય કંઈક બીજું જ છે.
શું છે વાયરલ પોસ્ટનો દાવો?
વાયરલ થઈ રહેલી પોસ્ટ્સમાં, ખાસ કરીને પ્લેટફોર્મ X પર, એવો દાવો કરવામાં આવે છે કે RBI એ બેંકોને તેમના ATM માંથી ૫૦૦ રૂપિયાની નોટો ઘટાડીને ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોની ઉપલબ્ધતા વધારવાનો નિર્દેશ આપ્યો છે. આ પોસ્ટ કરનારા યુઝર્સ આને ૫૦૦ રૂપિયાની નોટ ધીમે ધીમે ચલણમાંથી દૂર થઈ રહી હોવાના સંકેત તરીકે રજૂ કરી રહ્યા છે.
RBI ના વાસ્તવિક નિર્દેશ શું કહે છે?
અમારી ટીમે આ વાયરલ દાવાની તપાસ કરી અને જાણવા મળ્યું કે RBI એ ખરેખર બેંકોને એક નિર્દેશ જારી કર્યો છે. જોકે, આ નિર્દેશ અંગે વાયરલ થઈ રહેલી વાતો સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે. RBIનો વાસ્તવિક નિર્દેશ ફક્ત એટલો જ છે કે બેંકોએ તેમના ATM માં ₹૧૦૦ અને ₹૨૦૦ રૂપિયાની નાની નોટોની ઉપલબ્ધતા વધારવી જોઈએ. આ નિર્દેશમાં ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો કે તેને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો કોઈ ઉલ્લેખ નથી.
Bye Bye 500 rupees currency notes
— Woke Eminent (@WokePandemic) April 29, 2025
75% ATMs Dispense Rs 100 And Rs 200 Notes By September, 90% By March Next Year: RBI To Banks
RBI નો આ નિર્દેશ આપવા પાછળનો ઉદ્દેશ્ય શું છે?
RBIનું આ પગલું સામાન્ય લોકો સુધી નાની નોટોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. ઘણીવાર લોકોને ATM માંથી ૫૦૦ કે ૨૦૦૦ રૂપિયાની મોટી નોટો કાઢ્યા પછી તેને તોડવામાં અને છૂટા કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ખાસ કરીને નાના દુકાનદારો અને સામાન્ય લોકો પાસે ઘણીવાર આટલી મોટી નોટોના સિક્કા ઉપલબ્ધ હોતા નથી. RBI ઈચ્છે છે કે લોકો ATM માંથી સીધી જ નાની નોટો મેળવી શકે જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે અને રોકડ વ્યવહાર સરળ બને.
500 रुपये के नोटों को अलविदा
— Sandeep Gupta 🙏 (@ghoomhaikahi) April 29, 2025
सितंबर तक 75% एटीएम से 100 और 200 रुपये के नोट निकलेंगे, अगले साल मार्च तक 90% एटीएम से निकलेंगे: RBI ने बैंकों से कहा
તો શું ૫૦૦ રૂપિયાની નોટ ખરેખર બંધ થઈ રહી છે?
ના, આ અંગે RBI દ્વારા કોઈપણ સત્તાવાર દસ્તાવેજ કે નિવેદનમાં ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો કે તેને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. ૫૦૦ રૂપિયાની નોટ ભારતમાં પહેલાની જેમ જ કાયદેસર ચલણ તરીકે માન્ય છે અને રહેશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી વાતો સંપૂર્ણપણે ખોટી છે અને તેનો RBIના વાસ્તવિક નિર્દેશો સાથે કોઈ સંબંધ નથી.





















