શોધખોળ કરો

7th Pay Commission: શું સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે 18 મહિનાનું DA એરિયર?

7th Pay Commission:દેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે

7th Pay Commission Dearness Allowance: દેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે. તેમને કોરોના મહામારી દરમિયાન જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ એલાઉન્ટ અને  ડિયરનેસ રીલિઝ આપવામાં આવ્યું નહોતુ તે હવે મળવાની આશા છે. વાસ્તવમાં નાણા મંત્રાલયને આ સંબંધમાં એક પ્રસ્તાવ મળ્યો છે. આ હેઠળ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાનું મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત આપવાની ભલામણ અને માંગણી કરવામાં આવી છે, જે કોવિડ-19 કટોકટી દરમિયાન સ્થગિત કરવામાં આવી હતી. જો આ વાત સ્વીકારવામાં આવે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને બજેટમાં અથવા તેના પછીના સારા સમાચાર મળી શકે છે.

કોણ આપ્યો પ્રસ્તાવ

ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, ભારતીય પ્રતિક્ષા મજદૂર સંઘે આ અંગે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. મજૂર યુનિયન વતી જનરલ સેક્રેટરી મુકેશ સિંહે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયને વિનંતી કરી છે કે DA અને DR જેવા ભથ્થા જે સ્થગિત અને બંધ કરવામાં આવ્યા હતા તે હવે જાહેર કરવામાં આવે. એવું કહી શકાય કે કેન્દ્રની મોદી સરકાર કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રીઝવવા માટે આ માંગણી પૂરી કરી શકે છે તેવું માનીને આ ભલામણ કરવામાં આવી છે.

DA અને DR ક્યારે આપવામાં આવ્યું નહોતું?

કોવિડ-19 મહામારી દરમિયાન જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના 18 મહિના દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનુ પેમેન્ટ સેટલ કરી દેવામાં આવ્યું હતું એટલે કે તેને સ્થગિત રાખવામાં આવ્યું હતું. જો કે, રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ અગાઉ સંસદમાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના પડકારજનક કોવિડ મહામારીના કારણે આ સમયગાળા માટે ડીએ/ડીઆર એરિયર ચૂકવવું શક્ય લાગતું નથી.

એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરવા માટે મોદી સરકાર જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાનો નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં 2024ની લોકસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. તે પછી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

Embed widget