આ 8 મ્યુચ્યુઅલ ફંડે કરી દિધા માલામાલ, 3 વર્ષમાં આપ્યું 65 ટકા સુધીનું રિટર્ન
અમારો એક મિત્ર છે વિવેક. તેને કોઈએ કહ્યું હતું કે જો તમે આ શેરમાં રોકાણ કરશો તો તમારા પૈસા 6 મહિનામાં ડબલ થઈ જશે. તેણે શેરમાં રોકાણ કર્યું પરંતુ પૈસા બમણા કરવાને બદલે તે અડધા થઈ ગયા હતા.
Small Cap Funds: અમારો એક મિત્ર છે વિવેક. તેને કોઈએ કહ્યું હતું કે જો તમે આ શેરમાં રોકાણ કરશો તો તમારા પૈસા 6 મહિનામાં ડબલ થઈ જશે. તેણે શેરમાં રોકાણ કર્યું પરંતુ પૈસા બમણા કરવાને બદલે તે અડધા થઈ ગયા હતા. વિવેકની જેમ ઘણા લોકો શેરમાંથી નફાને બદલે નુકશાન ઉઠાવે છે. આનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે શેરમાં રોકાણ કરવા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે તેમની પોતાની રિસર્ચ ટીમ હોય છે, ફંડ મેનેજર હોય છે જેઓ શેરોની પસંદગી સાથે તમારા રોકાણનું સંચાલન કરતી વખતે વધુ સારું વળતર મેળવવાનો પ્રયાસ કરે છે. આજે આપણે સ્મોલ કેપ ફંડ્સની ચર્ચા કરીશું જેણે છેલ્લા 3 વર્ષમાં 64 % સુધીનું વળતર આપ્યું છે.
સ્મોલ કેપ ફંડ્સ કે જેણે 3 વર્ષમાં સારુ વળતર આપ્યું છે
ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા 3 વર્ષમાં 65.26 ટકા વળતર આપ્યું છે જે આ કેટેગરીમાં સૌથી વધુ છે. નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ 49.90 ટકાના વળતર સાથે બીજા ક્રમે છે. ICICI પ્રુડેન્શિયલ સ્મોલ કેપ ફંડ ત્રીજા સ્થાને હતું, જેણે 47.56 ટકાનું વળતર જનરેટ કર્યું હતું. HDFC સ્મોલ કેપે આ સમયગાળા દરમિયાન 47.18 ટકા વળતર આપ્યું છે. HSBC સ્મોલ કેપે 46.46 ટકા અને કેનેરા રોબેકો સ્મોલ કેપે 46.26 ટકા વળતર આપ્યું છે. બીજી તરફ, ટાટા સ્મોલ કેપે 46.10 ટકા અને કોટક સ્મોલ કેપે આ સમયગાળા દરમિયાન 45.79 ટકા વળતર આપ્યું છે. (રિટર્ન સ્ત્રોત: વેલ્યૂ રિસર્ચ, 1 જૂન, 2023 અનુસાર )
સ્મોલ કેપમાં કોણે રોકાણ કરવું જોઈએ?
સ્મોલ કેપ ફંડ્સ સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે. ફંડ મેનેજરો રોકાણ માટે આવા શેરોની પસંદગી કરે છે, જેમાં સૌથી વધુ ગ્રોથની સંભાવના હોય છે. ભવિષ્યમાં માત્ર નાની કેપ કંપનીઓ જ મિડ કેપ બની જશે. સ્મોલ કેપ કંપનીઓ એવી કંપનીઓ છે જેની માર્કેટ કેપ રૂ. 5,000 કરોડથી ઓછી છે. સ્મોલ કેપ કંપનીઓમાં મિડ કેપ અને લાર્જ કેપ કંપનીઓ કરતાં વધુ જોખમ હોય છે. નિષ્ણાતોના મતે જો તમે લાંબા ગાળા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોય તો તમે વધુ સારા વળતર માટે સ્મોલ કેપ ફંડ્સમાં એક ભાગનું રોકાણ કરી શકો છો. તેની સાથે સંકળાયેલું જોખમ પણ સમયની સાથે ઘટે છે.