શોધખોળ કરો

8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?

8માં પગાર પંચને લઈ કેંદ્રીય કર્મચારીઓમાં સૌથી મોટો સવાલ છે કે પગારમાં કેટલો વધારો થશે અને એરિયર્સ કેટલું મળશે.

8th pay : 8માં પગાર પંચને લઈ કેંદ્રીય કર્મચારીઓમાં સૌથી મોટો સવાલ છે કે પગારમાં કેટલો વધારો થશે અને એરિયર્સ કેટલું મળશે. ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ જો 20 મહિનાનું એરિયર્સ આપવામાં આવે છે તો 50,000 થી ઓછા બેઝિક પેના કર્ચમારીઓને 3.6 લાખથી લઈ 15 લાખ સુધી એરિયર્સ મળી શકે છે. જો કે ધ્યાનમાં રાખો કે આ માત્ર આંકડા છે, સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

લેવલ-1 થી લેવલ-8 સુધીના કર્મચારીઓની વાત કરીએ તો એરિયર્સમાં મોટુ અંતર જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે લેવલ -1 કર્મચારીઓને લગભગ 3.6 લાખથી 5.65 લાખ સુધી એરિયર્સ મળી શકે છે. જ્યારે લેવલ-8 ના કર્મચારીઓને 9.52 લાખથી લઈ આશરે 14.94 લાખ સુધી એરિયર્સ મળવાનું અનુમાન છે. 

કઈ રીતે થશે કેલક્યુલેશન

આ અનુમાન 20 મહિનાના એરિયર્સ અને અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર લગાવવામાં આવી રહ્યું છે. ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારમાં મુખ્ય આધાર છે. 7માં પગાર પંચમાં તે 2.57 હતું, 8માં પગાર પંચમાં 2.0થી લઈ 2.57 સુધીના વિકલ્પ પર ચર્ચા થઈ રહી છે. કેટલાક કર્મચારી સંગઠન 3.0થી લઈ 3.25 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે. 

એરિયર્સ ક્યારથી મળશે

માનવામાં આવે છે કે 8મું પગાર પંચની ભલામણો લાગુ થવા પર એરિયર્સ 1 જાન્યુઆરી 2026થી આપવામાં આવી શકે છે, કારણ કે 7માં પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો છે. જો કે તેને લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે અને અંતિમ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે.

₹54,000 ના લઘુત્તમ પગાર પર સૌથી વધુ ભાર

કાઉન્સિલને આપેલા પોતાના મેમોરેન્ડમમાં સંગઠને સ્પષ્ટ કહ્યું છે કે કોરોના (કોવિડ) પછી જીવનનિર્વાહના ખર્ચ અને ખાસ કરીને મેડિકલ ખર્ચમાં ધરખમ વધારો થયો છે, જેને નવા પગાર પંચમાં ધ્યાનમાં લેવો જ જોઈએ. સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો હવાલો આપીને તેમણે 7.5% આવાસ (રહેઠાણ) ભથ્થું અને 25% કૌશલ્ય (સ્કીલ) ભથ્થું ફરજિયાત ઉમેરવાની માંગ કરી છે. આ બધું જોતાં, ફિટમેન્ટ ફેક્ટર 3.00 રાખીને લઘુત્તમ પગાર કોઈ પણ સંજોગોમાં ₹54,000 થી ઓછો ન હોવો જોઈએ.

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

તમને જણાવી દઈએ કે, ભારત સરકારે નવેમ્બર 2025 માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી અને કમિશનને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. નિષ્ણાતો માને છે કે રિપોર્ટ આવ્યા પછી સરકાર તેને લાગુ કરવામાં બીજા 3 થી 6 મહિનાનો સમય લઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget