શોધખોળ કરો

8મું પગાર પંચ મોડું લાગુ થશે તો આ કર્મચારીઓને 3.45 લાખ રૂપિયાનું નુકસાન થશે

પગાર પંચના અમલીકરણમાં વિલંબ થવાથી લેવલ 3 થી 6 ના કર્મચારીઓને મોટો ફટકો પડી શકે છે. HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સના એરિયર્સ ન મળતા લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવશે. જાણો તમારા પગારનું સંપૂર્ણ ગણિત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
  • પંચના અમલમાં વિલંબથી કર્મચારીઓને મોટું આર્થિક નુકસાન થશે.
  • ભથ્થાઓના એરિયર્સ ન મળતાં લાખો રૂપિયા ગુમાવી શકાય છે.
  • 24 મહિનાના વિલંબથી 3.45 લાખ રૂપિયાનો ફટકો પડી શકે છે.

8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અત્યારે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવું જોઈએ. પરંતુ, જો સરકાર આ પગાર પંચ લાગુ કરવામાં કોઈપણ પ્રકારનો વિલંબ કરે છે, તો કર્મચારીઓના ખિસ્સા પર તેની સીધી અને ખૂબ મોટી નકારાત્મક અસર પડી શકે છે.

તમને કદાચ એવું લાગશે કે જો પંચ મોડું લાગુ પડશે તો પાછલા મહિનાઓના એરિયર્સ (બાકી રકમ) તો મળવાના જ છે ને, તો પછી નુકસાન કઈ રીતે? અહીં એ સમજવું જરૂરી છે કે અગાઉના પગાર પંચના નિયમો અને ટ્રેન્ડ મુજબ, એરિયર્સ મોટાભાગે માત્ર બેઝિક પગાર (મૂળ પગાર) પર જ ચૂકવવામાં આવે છે. DA (મોંઘવારી ભથ્થું), HRA (મકાન ભાડું) અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (પરિવહન ભથ્થું) પર સરકાર એરિયર્સ આપતી નથી. આ નિયમને કારણે જો પંચ લાગુ કરવામાં મોડું થાય, તો લેવલ 3 થી લેવલ 6 સુધીના કર્મચારીઓને 3.45 લાખ રૂપિયા સુધીનો તોતિંગ ફટકો પડી શકે છે.

ભથ્થાઓ અને એરિયર્સનું ગણિત

DA ની વાત કરીએ તો, તે બેઝિક પગાર પર ગણવામાં આવે છે અને મોંઘવારીના ડેટા મુજબ વર્ષમાં બે વાર તેમાં વધારો થાય છે. નવું પગાર પંચ ન આવે ત્યાં સુધી (જેમ કે જાન્યુઆરી 2026 પછી પણ) DA માં તો રેગ્યુલર વધારો ચાલુ જ રહેવાનો છે, તેથી તેના પર અલગથી કોઈ એરિયર્સ મળવાની શક્યતા નહિવત છે. હવે વાત કરીએ HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સની. હાલમાં X, Y અને Z કેટેગરીના શહેરો મુજબ અનુક્રમે 30 ટકા, 20 ટકા અને 10 ટકા HRA આપવામાં આવે છે. 8મા પગાર પંચમાં આના નવા દરો નક્કી થશે (અહીં ગણતરી સમજવા માટે સરેરાશ 24 ટકાનો અંદાજ લેવામાં આવ્યો છે). આ બંને ભથ્થાઓ પર એરિયર્સ મળશે કે નહીં તે સરકારના અંતિમ નિર્ણય પર નિર્ભર છે, અને મોટેભાગે તે મળતા નથી.

2.1 ફિટમેન્ટ ફેક્ટર મુજબ નુકસાનનો અંદાજ

નિષ્ણાતો હાલમાં 2.1 ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે ગણતરી કરી રહ્યા છે. આ ફેક્ટર લાગુ થાય તો લેવલ 3 ના કર્મચારીઓનો બેઝિક પગાર 21,700 રૂપિયાથી વધીને સીધો 45,570 રૂપિયા અને લેવલ 6 નો પગાર 35,400 રૂપિયાથી ઉછળીને 74,340 રૂપિયા થઈ જશે. ચાલો જોઈએ કે અમલીકરણમાં મોડું થાય તો કેટલું નુકસાન જઈ શકે છે:

જો મે 2027 માં અમલ થાય (17 મહિના મોડું)

લેવલ 3 ના કર્મચારીઓને HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સના એરિયર્સ ન મળતા આશરે 1,87,680 રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

લેવલ 4 ના કર્મચારીઓને 2,03,184 રૂપિયાનો ફટકો પડી શકે છે.

લેવલ 5 માટે આ નુકસાન 2,18,280 રૂપિયા સુધી હોઈ શકે છે.

લેવલ 6 ના કર્મચારીઓને 2,43,576 રૂપિયા ગુમાવવા પડી શકે છે.

જો ઓગસ્ટ 2027 માં અમલ થાય (20 મહિના મોડું)

જેમ જેમ સમય લંબાશે તેમ નુકસાનનો આંકડો મોટો થશે. આ સ્થિતિમાં લેવલ 3 ના કર્મચારીઓને 2,20,800 રૂપિયા, લેવલ 4 ને 2,39,040 રૂપિયા, લેવલ 5 ને 2,56,800 રૂપિયા અને લેવલ 6 ના કર્મચારીઓને 2,86,560 રૂપિયા સુધીનું નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: 3.61 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટર? જાણો ₹18,000 વાળાનો પગાર કેટલો વધશે

જો ડિસેમ્બર 2027 માં અમલ થાય (24 મહિના મોડું)

જો સરકાર પૂરા 2 વર્ષનો વિલંબ કરે, તો આ આંકડા ખૂબ ડરામણા બની જશે. લેવલ 3 માટે નુકસાનનો આંકડો 2,66,688 રૂપિયા સુધી પહોંચી જશે. લેવલ 4 માટે 2,88,576 રૂપિયા, લેવલ 5 માટે 3,09,888 રૂપિયા અને લેવલ 6 ના કર્મચારીઓને અધધ 3,45,600 રૂપિયા સુધીનો ભારે ફટકો પડી શકે છે.

ટૂંકમાં, 8મા પગાર પંચના અમલમાં જેટલો વધારે સમય લાગશે, કર્મચારીઓના ભથ્થાં અને તેના એરિયર્સમાં એટલો જ મોટો તફાવત જોવા મળશે. જોકે, આ તમામ ગણતરીઓ 2.1 ના ફિટમેન્ટ ફેક્ટરના એક અંદાજ પર આધારિત છે. 8મું પગાર પંચ ખરેખર કયા દરો અને કયું ફિટમેન્ટ ફેક્ટર ફાઈનલ કરે છે, તે તો સરકારની સત્તાવાર જાહેરાત પછી જ સ્પષ્ટ થશે. પરંતુ એટલું નક્કી છે કે સમયસર અમલીકરણ ન થવાથી કર્મચારીઓને આર્થિક નુકસાન ચોક્કસ સહન કરવું પડશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે, જુઓ નવું સ્ટ્રક્ચર

Frequently Asked Questions

8મા પગાર પંચનો અમલ ક્યારથી થવાની અપેક્ષા છે?

8મા પગાર પંચનો અમલ સામાન્ય રીતે 1 જાન્યુઆરી, 2026 થી થવો જોઈએ. જોકે, અમલમાં વિલંબ થાય તો કર્મચારીઓને આર્થિક નુકસાન થઈ શકે છે.

8મા પગાર પંચના અમલમાં વિલંબથી કર્મચારીઓને શા માટે નુકસાન થાય છે, ભલે એરિયર્સ મળે?

એરિયર્સ મોટાભાગે ફક્ત મૂળ પગાર પર જ ચૂકવાય છે. DA, HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર એરિયર્સ મળતા નથી, જેના કારણે વિલંબ થતાં નુકસાન થાય છે.

જો 8મા પગાર પંચના અમલમાં વધુ વિલંબ થાય, તો કર્મચારીઓને અંદાજે કેટલું મહત્તમ નુકસાન થઈ શકે છે?

જો 24 મહિનાનો વિલંબ થાય, તો લેવલ 3 થી લેવલ 6 સુધીના કર્મચારીઓને 3.45 લાખ રૂપિયા સુધીનો મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ ગણતરી 2.1 ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે.

Advertisement

ટોપ સ્ટોરી

બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Advertisement

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Embed widget