શોધખોળ કરો

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

8માં પગાર પંચની રચનાને 7 મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ એ બાબતની રાહ જોઈ રહ્યા છે કે તેમના વેતનમાં વધારે ક્યારે થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૮મા વેતન પંચની રચના 3 નવેમ્બર, 2025ના રોજ થઈ.
  • પંચ મે 2027 સુધીમાં પોતાની ભલામણો રજૂ કરશે.
  • નાણાં મંત્રાલયે પંચને સ્વતંત્ર રીતે કાર્ય કરવા કહ્યું.
  • કર્મચારી સંગઠનો 3.8 ફિટમેન્ટ ફેક્ટરની મુખ્ય માંગ કરે છે.

8th pay: 8માં પગાર પંચની રચનાને 7 મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ એ બાબતની રાહ જોઈ રહ્યા છે કે તેમના વેતનમાં વધારે ક્યારે થશે અને પગાર વધારાની રકમ તેમના બેંક ખાતામાં ક્યારેથી જમા થવાનું શરૂ થશે. જણાવી દઈએ કે અત્યાર સુધી કેંદ્ર સરકાર દ્વારા ન તો વેતનવધારામાં મહત્વની ભૂમિકા ભજવનારા ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી છે અને ન તો નવા વેતન માળખા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે, સરકારે એ સંકેત જરૂર આપ્યો છે કે 8માં પગાર પંચ પોતાની ભલામણો ક્યારે રજૂ કરી શકે છે.

3 નવેમ્બરે રચના, રિપોર્ટ ક્યારે રજૂ થશે ?

સરકારે 3 નવેમ્બર, 2025ના રોજ આઠમા વેતન પંચની રચના કરી હતી. જોકે, તેને 7 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વેતન, ફિટમેન્ટ ફેક્ટર સહિતના મુદ્દાઓ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે પંચે તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાની રિપોર્ટ રજૂ કરવાની રહેશે. તેનો અર્થ એ થયો કે 8મું પગાર પંચ મે 2027ની આસપાસ પોતાની ભલામણો રજૂ કરી શકે છે.

કર્મચારીઓને વેતનવધારો ક્યારે મળશે ?

કેન્દ્ર સરકારના કર્મચારીઓને વેતનવધારાની અપેક્ષા ક્યારે રાખવી જોઈએ તે પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે ફરી સ્પષ્ટ કર્યું છે કે 8માં પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરશે. જોકે, કર્મચારીઓએ એ જાણવું જરૂરી છે કે રિપોર્ટ રજૂ થયા બાદ વેતનવધારો આપમેળે અમલમાં આવશે નહીં. પંચની ભલામણો બાદ કેન્દ્ર સરકાર તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે તેને સંપૂર્ણ સ્વીકારવી કે તેમાં ફેરફાર સાથે મંજૂરી આપવી. એટલે કે સરકારની મંજૂરી બાદ જ સુધારેલ વેતન અમલમાં આવશે.

સરકારે કહ્યું – 8મું પગાર પંચ સ્વતંત્ર છે

નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 8મું પગાર પંચ પોતાની કાર્યપદ્ધતિ સ્વતંત્ર રીતે નક્કી કરવાની મંજૂરી આપવામાં આવી છે. પંચના કાર્યક્ષેત્રમાં એવી કોઈ ફરજિયાત જોગવાઈ નથી કે તે પોતાની કામગીરીની પ્રગતિ, પરામર્શ અથવા વિચારવિમર્શ દરમિયાન સરકારને ભલામણો અંગે સતત માહિતી આપતું રહે. એટલે કે સરકારે જણાવ્યું છે કે પંચની બેઠકો અથવા અત્યાર સુધી કર્મચારી સંગઠનો સાથે થયેલી ચર્ચાઓ અંગે તેની પાસે કોઈ વિગત ઉપલબ્ધ નથી. જોકે, પંચે દિલ્હી, ચેન્નઈ અને પુડુચેરીમાં હિતધારકો સાથે વધુ એક તબક્કાની પરામર્શ બેઠકો યોજવાની જાહેરાત કરી છે.

કર્મચારી સંગઠનોની માંગમાં આ મુખ્ય માંગ

કર્મચારી સંગઠનોએ આઠમા વેતન પંચ સમક્ષ લઘુત્તમ મૂળ વેતન, પેન્શન, મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડા ભથ્થું (HRA), અન્ય ભથ્થાં અને સેવા શરતો જેવા મુદ્દાઓ પર પોતાના સૂચનો રજૂ કર્યા છે. તેમની મુખ્ય માંગોમાં સૌથી મહત્વપૂર્ણ માંગ ફિટમેન્ટ ફેક્ટરને 3.8 કરવાનો છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે, તો કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget