શોધખોળ કરો
Advertisement
સોનામાં મંદીના સમયમાં એક જ વર્ષમાં 50 ટકાનું જંગી વળતર, જાણો એક વર્ષમાં વધ્યો કેટલો ભાવ ?
વૈશ્વિક સ્લોડાઉન, નબળા ગ્રોથના આઇએમએફના સંકેતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1830 ડોલર જઈ શકે છે.
અમદાવાદઃ કોરોનાના કહેરની વચ્ચે સોનાના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. બુધવારે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ 800 રૂપિયા વધીને 50,300 રૂપિયાની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. અત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણકારોનું આકર્ષણ વધતા ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે .
કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. જાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત આઠ વર્ષની ટોચે એટલે કે 1795 ડોલરે પહોંચ્યું છે. ચાંદીમાં પણ સામાન્ય વધઘટે ભાવ પ્રતિ કિલોએ 49500 બોલાઈ રહ્યા છે. એક વર્ષ પહેલા એટલે કે ગયા વર્ષે જૂનામાં સોનાની કિંમત 33500-34000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ આસપાસ હતી જે હવે 50300એ પહોંચી ગયું છે.
વૈશ્વિક સ્લોડાઉન, નબળા ગ્રોથના આઇએમએફના સંકેતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1830 ડોલર જઈ શકે છે.
એક વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2018ના રોજ 24 કેટેર શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 32,270 રૂપિયા હતો. એ વર્ષના છેલ્લા દિવસે સોનાનો ભાવ દસ ગ્રામે 256 રૂપિયા વધીને 39,985 રૂપિયા થયો. એટલે કે 24 ટકા વધારો થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement