શોધખોળ કરો

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

Aadhaar Pan Link: જેમની પાસે PAN અને Aadhar કાર્ડ છે તેમના માટે મહત્વના સમાચાર છે. જો તમારી પાસે પણ PAN અને આધાર કાર્ડ છે અને તમે તેને હજુ સુધી લિંક નથી કરાવ્યું તો તમારે આવતીકાલ એટલે કે 1લી એપ્રિલે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આ અંગે માહિતી આપી છે.

પાન કાર્ડ રદ થશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. બાયોમેટ્રિક આધાર સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો તમે આવતીકાલ સુધીમાં લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ થઈ જશે.

30 જૂન પછી 1000 રૂપિયા આપવા પડશે

સીબીડીટીએ કહ્યું કે જો તમે સમયસર લિંક નહીં કરો તો તમારે 500 રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવા પડશે. આ પેનલ્ટી ફી આગામી ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2022 સુધીની રહેશે. તે પછી કરદાતાએ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે જ સમયે, PAN ને આધાર સાથે લિંક ન કરવાના કિસ્સામાં, 31 માર્ચ, 2022 થી PAN કાર્ડ નકામું થઈ જશે.

500 થી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે

AKM ગ્લોબલના અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવ્યા બાદ આખરે દંડની રકમની માહિતી જાહેર કરી છે. 1 એપ્રિલ પહેલાના ત્રણ મહિના માટે દંડની રકમ 500 રૂપિયા અને ત્યાર બાદ 1,000 રૂપિયા હશે.

NRI લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

મહેશ્વરીએ કહ્યું, “બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને કેટલીક ચિંતાઓ હોઈ શકે છે કારણ કે કેટલાક કિસ્સાઓમાં તેમની પાસે આધાર નથી. નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, "આવકવેરા રિટર્ન ફાઇલ કરવા જેવા આવકવેરા સંબંધિત કાર્યોને પૂર્ણ કરવા માટે હવે આધાર નંબરને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે."

PAN નો ઉપયોગ ક્યાં થાય છે?

PAN નો ઉપયોગ બેંક ખાતું ખોલવા, સ્થાવર મિલકત ખરીદવા અથવા ઓળખના પુરાવા તરીકે થાય છે. જે કરદાતાઓ PAN ને આધાર સાથે લિંક નથી કરતા તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, "જેઓ પાસે આવકવેરા પોર્ટલની ઍક્સેસ નથી, તેમના માટે 'લિંકિંગ પ્રક્રિયા' SMS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Embed widget