Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાચા માલના ભાવમાં સતત થઇ રહેલા વધારાના કારણે કંપનીએ આ પ્રૉડક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે.
Inflation Hits Hard: મોંઘા પેટ્રૉલ ડીઝલ અને ખાવાના તેલ બાદ લોકો માટે હવે સાબુ, ડિટર્જન્ટ, ડિશવૉશ જેવી બીજી પ્રૉડક્ટ પણ મોંઘી થઇ રહી છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યૂનિલીવરે આ પ્રૉડક્ટોના ભાવોમાં વધારો કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં આ પ્રૉડક્ટ્સના ભાવમાં 3 થી 10 ટકા સુધી વધારો કરી દીધો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાચા માલના ભાવમાં સતત થઇ રહેલા વધારાના કારણે કંપનીએ આ પ્રૉડક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે. જેનાથી ખર્ચ વધવાનો ભાવ સામાન્ય ગ્રાહકો પર નાંખી શકાય. કંપનીએ ડિસેમ્બરમાં એવા સંકેત આપ્યા હતા કે તબક્કાવાર રીતે કિંમતોમાં વધારો કરવાનો વિચાર કરશે.
બ્રૉકરેજ ફર્મ એડલવાઇસ સિક્યૉરિટીઝે કહ્યું કે, કંપનીએ ફેબ્રુઆરીમાં સાબુ, ડિટર્જન્ટ, ડિશવૉશ અને અન્ય ઉત્પાદોની કિંમતમાં 3-10 ટકાનો વધારો કર્યો છે. બ્રૉકરેજએ એક નૉટમાં કહ્યું કે, અમારી ચેનલની તપાસમાં જાણવા મળ્યુ છે કે માત્ર એક્સેલ ઇજી વૉશ, સર્ફ એક્સેલ ક્વિક વૉશ, વિમ બાર અને લિક્વિડ, લક્સ અને રેક્સોના સાબુ, પૉન્ડ્સ ટેલ્કમ પાઉડરની કિંમતોમાં વધારો થયો છે.
જાન્યુઆરીમાં પણ એચયુએલે વ્હીલ, રિન, સર્ફ એક્સેલ અને લાઇફબૉય રેન્જના ઉત્પાદોની કિંમતોમાં 3-20 ટકાનો વધારો કર્યો હતો. એચયુએલે ડિસેમ્બર અને સપ્ટેમ્બરની ત્રિમાસિકમાં ચા, કાચુ પામતેલ અને બીજી કૉમોડિટીની કિંમતોમાં વધારાના કારણે કિંમતોમાં વધારો કર્યો હતો.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ