શોધખોળ કરો

Adani Enterprises: અદાણીનો આ સ્ટોક 10% ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે, જાણો કંપનીએ શું કરી જાહેરાત

તાજેતરના વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝ એ બજારના સૌથી મોટા મલ્ટિબેગર શેરોમાંનું એક છે જેણે રોકાણકારોને 16 ગણું વળતર આપ્યું છે.

Adani Enterprises FPO: અદાણી ગ્રૂપનો મલ્ટિબેગર સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન ઓફર 27 જાન્યુઆરી, 2023ના રોજ ખુલશે અને રોકાણકારો 31 જાન્યુઆરી સુધી FPOમાં અરજી કરી શકશે. અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો FPO લોન્ચ કરવા જઈ રહી છે. કંપની FPO દ્વારા બજારમાંથી રૂ. 20,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. રિટેલ રોકાણકારોને ડિસ્કાઉન્ટ પર શેર આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રિટેલ રોકાણકારોને શેર દીઠ 10 ટકાના ડિસ્કાઉન્ટ પર શેર ઓફર કરવામાં આવશે.

પ્રાઇસ બેન્ડની જાહેરાત

અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓની પ્રાઇસ બેન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ શેર દીઠ રૂ. 3112 થી રૂ. 3276ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. લોઅર બેન્ડ પર 13.5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રિટેલ રોકાણકારોને 64 રૂપિયાનું અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એન્કર રોકાણકારો 25 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં અરજી કરી શકશે. કંપની આંશિક ચૂકવણીના આધારે શેર જારી કરશે. કંપની જે રિટેલ રોકાણકારોને અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓમાં શેર ફાળવવામાં આવશે તેમને બે કે ત્રણ હપ્તામાં રકમ ચૂકવવા માટે કહી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઇટ્સ ઇશ્યૂમાં પણ આવું જ થયું. એફપીઓમાં 35 ટકા ક્વોટા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે.

એફપીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 4170 કરોડનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે. આ સાથે, કંપની બાકીની રકમ તેના વિસ્તરણ યોજના પર ખર્ચ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓ બાદ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 3.5 ટકા ઘટશે. સપ્ટેમ્બર 2022ના ડેટા અનુસાર, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 72.63 ટકા હતો. LIC 4.03 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય નોમુરા સિંગાપોર, APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ઈલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો કંપનીમાં લગભગ 1 થી 2 ટકા હિસ્સો છે. મોટા વિદેશી રોકાણકારો અદાણી એન્ટરપ્રાઇઝની ફોલો-ઓન ઓફરમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં સંયુક્ત આરબ અમીરાતની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનો સમાવેશ થાય છે.

આ સમાચાર સામે આવ્યા બાદ બુધવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર પર દબાણ જોવા મળી રહ્યું છે. શેર 1.17 ટકાના ઘટાડા સાથે રૂ.3596 પર બંધ થયો હતો. જો કે, તાજેતરના વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝ એ બજારના સૌથી મોટા મલ્ટિબેગર શેરોમાંનું એક છે જેણે રોકાણકારોને 16 ગણું વળતર આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget