Adani Group: ટેલિકોમ સેક્ટરમાં ફરૂ શરૂ થઈ શકે છે ટેરિફ વોર, અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેવા કરી અરજી
Adani Group Telecom Foray: અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે હજુ સુધી કોઈ બિડ જારી કરી નથી. જો કે, તે 12 જુલાઈ, 2022 ના રોજ જાહેર થશે.
Adani Group In Telecom Sector: અદાણી ગ્રુપ હવે ટેલિકોમ સેક્ટરમાં પણ પગ જમાવવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપે આ મહિનાના અંતમાં યોજાનારી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. અદાણી ગ્રૂપે 8 જુલાઈ, 2022ના રોજ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગને અરજી સબમિટ કરી છે.
જે કંપનીઓ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માંગે છે તેઓએ 8 જુલાઈ સુધીમાં ટેલિકોમ વિભાગને અરજી કરવાની હતી. એવું માનવામાં આવે છે કે હાલની ત્રણ ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સિવાય ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પણ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા જઈ રહ્યું છે.
5G સ્પેક્ટ્રમમાં ભાગ લેનારી કોઈપણ નવી કંપનીએ યુનિફાઈડ લાયસન્સ લેવું પડશે
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મુજબ, 5G સ્પેક્ટ્રમમાં ભાગ લેનારી કોઈપણ નવી કંપનીએ યુનિફાઈડ લાયસન્સ લેવું પડશે, જેના દ્વારા દેશના કોઈપણ ભાગમાં એક્સેસ સર્વિસ, મોબાઈલ અથવા ડેટા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. યુનિફાઇડ લાઇસન્સ માત્ર ભારતીય કંપનીને જ આપવામાં આવશે. જો કોઈ વિદેશી કંપની યુનિફાઈડ લાઇસન્સ માટે અરજી કરે છે, તો તેણે દેશમાં નવી કંપની બનાવવી પડશે અથવા ભારતીય કંપનીને ટેકઓવર કરવી પડશે.
ટેલિકોમ સેક્ટરમાં ફરી ટેરિફ વોર શરૂ થશે
અદાણી ગ્રુપે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે હજુ સુધી કોઈ બિડ જારી કરી નથી. જો કે, તે 12 જુલાઈ, 2022 ના રોજ જાહેર થશે. કારણ કે 5G સ્પેક્ટ્રમની હરાજીની સમયરેખા અનુસાર આ દિવસે ભાગ લેનારી કંપનીઓની માહિતી જાહેર કરવામાં આવશે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈ, 2022થી શરૂ થશે અને લગભગ રૂ. 4.3 લાખ કરોડ સ્પેક્ટ્રમ હરાજી માટે બ્લોક પર મૂકવામાં આવશે. જોકે, 5G સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ગ્રૂપની ભાગીદારીથી ટેલિકોમ સેક્ટરમાં ફરી ટેરિફ વોર શરૂ થવાની શક્યતા છે.