Aditya Birla Sun Life AMC નો આઈપીઓ આજે ખુલશે, રોકાણ કરતાં પહેલા જાણો આ ખાસ વાતો
આદિત્ય બિરલા સન લાઇફ AMC એ આગલા દિવસે જણાવ્યું હતું કે તેણે તેના પ્રારંભિક શેર વેચાણ પહેલા એન્કર રોકાણકારો પાસેથી 789 કરોડ રૂપિયા મેળવ્યા છે.
આદિત્ય બિરલા સન લાઇફ AMC નો ત્રણ દિવસની પ્રારંભિક જાહેર ભરણું (IPO) આજે સવારે 9 વાગ્યાથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ ગયા અઠવાડિયે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે આઈપીઓ ત્રણ દિવસ માટે એટલે કે 1 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. રૂ. 2,768 કરોડથી વધુના પ્રારંભિક શેર વેચાણ માટે કંપનીએ પ્રતિ શેર રૂ. 695-712 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
આદિત્ય બિરલા સન લાઇફ AMC એ આગલા દિવસે જણાવ્યું હતું કે તેણે તેના પ્રારંભિક શેર વેચાણ પહેલા એન્કર રોકાણકારો પાસેથી 789 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ આઈપીઓ ઓફર ફોર સેલ છે, જેમાં બે પ્રમોટર્સ - આદિત્ય બિરલા કેપિટલ અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેન્ટ્સ એસેટ મેનેજમેન્ટ ફર્મમાં તેમનો હિસ્સો વેચશે.
શેરની બોલી લાગશે
આઇપીઓ હેઠળ 3 કરોડ 88 લાખ 80 હજાર ઇક્વિટી શેરોની બોલી લગાવવાની છે. માહિતી અનુસાર, આદિત્ય બિરલા કેપિટલ તેમાં 28 લાખ 50 હજાર 880 શેર વેચશે. જ્યારે સન લાઇફ ઇન્ડિયા આદિત્ય બિરલામાં તેના હિસ્સાના 3 કરોડ 60 લાખ 29 હજાર 120 શેર વેચશે.
IPO માં 20 શેરના લોટમાં બિડિંગ કરી શકાય છે. 14 હજાર 240 રૂપિયા લઘુતમ રોકાણ હશે. જ્યારે રિટેલ રોકાણકારો મહત્તમ 20 લોટ માટે બિડ કરી શકશે.
એલોટમેન્ટ
કંપનીએ કહ્યું કે, શેરની ફાળવણી 6 ઓક્ટોબરના રોજ થશે. બીજી બાજુ, જે રોકાણકારોને શેર એલોટ નહીં થાય તેમને 7 ઓક્ટોબરે તેમના પૈસા પાછા મળશે. જે ઇન્વેસ્ટરને શેર લાગશે તેમના ડીમેટ ખાતામાં શેર ક્રેડિટ 8 ઓક્ટોબર સુધીમાં થઈ જશે.
નિષ્ણાતો શું કહે છે
ગ્રે માર્કેટમાં આદિત્ય બિરલા સન લાઇફ એમસીના શેર 757-772 ના ભાવે કારોબાર કરી રહ્યા છે. તેઓ IPO ની ઇશ્યૂ કિંમત કરતાં 6.3 થી 8.4 ટકાના પ્રીમિયમ પર વેપાર કરી રહ્યા છે. જો કે, બજારના નિષ્ણાતો કહે છે કે તેનો જીએમપી સંપૂર્ણપણે તેના ઇશ્યૂને કેવી રીતે સબ્સ્ક્રાઇબ કરવામાં આવે છે તેના પર નિર્ભર કરે છે. નિષ્ણાતોના મતે આ આઈપીઓ સંપૂર્મ રીતે ઓફર ફોર સેલ છે. જેના કારણે સબ્સ્ક્રિપ્શન પ્રભાવિત થઈ શકે છે.