શોધખોળ કરો
Advertisement
Petrol Diesel Price: એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, ગુજરાતમાં પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘું
ચોમાસાની સિઝનમાં વાવણીનો સમય નજીક છે. ત્યારે ડિઝલની કિંમતમાં સતત થતા ભાવ વધારાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 27 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોમાં આજે પણ પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ છે.
ચોમાસાની સિઝનમાં વાવણીનો સમય નજીક છે. ત્યારે ડિઝલની કિંમતમાં સતત થતા ભાવ વધારાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ નિયંત્રણો હળવા થતા જે રીતે ટ્રાંસપોર્ટેશન શરૂ થયુ છે. ત્યારે કોરોનાની મહામારી બાદ ડિઝલની કિંમતમાં વધારો થતા ટ્રાંસપોર્ટરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
- રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.45 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.07 રૂપિયા પર પહોંચી છે.
- ગાંધીનગરમાં પેટ્રોલની પ્રતિ લિટરે કિંમત 94.65 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટર 95.26 રૂપિયા પર પહોંચ્યું છે.
- રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 94.23 રૂપિયા જ્યારે ડિઝલ 94.86 રૂપિયાની કિંમતે વેંચાઈ રહ્યું છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.12 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.74 રૂપિયા પર પહોંચ્યું છે.
- જામનગરમાં પેટ્રોલ પ્રતિ લિટરે 94.37 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટરે 94.99 રૂપિયામાં વેંચાય રહ્યું છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.05 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 95.68 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત 94.46 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 95.10 રૂપિયા પર પહોંચી છે.
- તો ભાવનગરમાં પેટ્રોલની પ્રતિ લિટર 96.02 રૂપિયા અને ડિઝલ પ્રતિ લિટર 96.63 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement