શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Adani Group: સિટી બેંક બાદ આ મોટી બેંકે પણ અદાણીને આપ્યો આંચકો, નહીં આપે લોન

અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થયા બાદ કંપનીએ અચાનક દેશના સૌથી મોટા FPO પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Adani Group: વિશ્વભરની બેંકોમાં ગૌતમ અદાણી અને તેની ગ્રુપની કંપનીઓની વિશ્વસનીયતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સિટીબેંક અને ક્રેડિટ સુઈસ જેવી મોટી બેંકોએ પહેલાથી જ અદાણી ગ્રુપના બોન્ડને લોન માટે કોલેટરલ તરીકે લેવાની ના પાડી દીધી હતી, હવે બીજી આંતરરાષ્ટ્રીય બેંકે ગૌતમ અદાણીને આંચકો આપ્યો છે. એક ન્યૂઝ ચેનલને માહિતી આપતા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસીએ કહ્યું કે તેણે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રૂપની કંપનીઓના બોન્ડ્સ લેવાનો ઇનકાર કર્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઈન્ડિયાના પ્રવક્તાએ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વાસ્તવમાં, આ નિર્ણય સિટીગ્રુપ ઇન્ક અને ક્રેડિટ સુઇસ ગ્રુપ એજી દ્વારા લેવામાં આવેલા સમાન નિર્ણય પછી આવ્યો છે. હકીકતમાં, UAS આધારિત શોર્ટ સેલર હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર અનેક નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. જે બાદ આંતરરાષ્ટ્રીય બેંકોએ અદાણી ગ્રુપના બોન્ડ અને સિક્યોરિટીઝ લેવાનો ઈન્કાર કરી દીધો છે. બાય ધ વે અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ વારંવાર શોર્ટ સેલરના આરોપોને નકારી રહ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીઓના બોન્ડ ધારકો નાણાકીય સલાહકારો અને વકીલો સાથે પ્રારંભિક વાતચીત કરી રહ્યા છે.

અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થયા બાદ કંપનીએ અચાનક દેશના સૌથી મોટા FPO પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્લૂમબર્ગ ન્યૂઝે શનિવારે અહેવાલ આપ્યો હતો કે તેણે રિટેલ ઇશ્યૂ દ્વારા 10 અબજ રૂપિયા ($122 મિલિયન) ના બોન્ડ વેચવાની યોજના પણ મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે અદાણી અને હિંડનબર્ગના મામલામાં ગૌતમ અદાણીની નેટવર્થને $50 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના માર્કેટ કેપમાંથી $100 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે પણ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો થઈ શકે છે.

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં તીવ્ર ઘટાડો

ગૌતમ અદાણીની (Gautam Adani) ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં એક સપ્તાહમાં 46 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે જ તેનો સ્ટોક 35 ટકા ઘટ્યો હતો. જોકે, બાદમાં કંપની રિકવર થઈ અને તે રૂ. 1,531 પર બંધ થયો. અદાણી ગ્રૂપ મેટ્રકેટ કેપમાં (Adani Group Matrket Cap) પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે 24 જાન્યુઆરીના રોજ 19.4 લાખ કરોડ રૂપિયા હતો જે શુક્રવારે ઘટીને 9.4 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

હિંડનબર્ગે શું આરોપ લગાવ્યો

અમેરિકાની શોર્ટ સેલર ફર્મે અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અદાણી ગ્રુપ પર ઘણું દેવું છે. આ સાથે ગૌતમ અદાણીની મોટાભાગની કંપનીઓના શેર 85 ટકા ઓવરવેલ્યુડ છે. આ રિપોર્ટ આવ્યા બાદ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ભારે ઘટાડા બાદ તેની કિંમત FPO કિંમતથી નીચે ગઈ હતી, જેને જોતા અદાણી ગ્રુપે 20 હજાર કરોડના FPO પાછા ખેંચી લીધા હતા.

ગૌતમ અદાણી ટોપ 20માંથી બહાર

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં એક સમયે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી 21મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ $59 બિલિયન છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $61.6 બિલિયનનો ઘટાડો થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
Embed widget