શોધખોળ કરો
PNBએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો રેટ
![PNBએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો રેટ After SBI now PNB to reduce interest rate by 10 basis point by today evening PNBએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો રેટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/28140600/pnb.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કે(PNB)વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિવિધ સમયગાળા માટે કરવામાં આવ્યો છે. પીએનબીએ શેરબજારને આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, નવા દર 1 માર્ચ, 2019થી લાગુ થશે. એક વર્ષ માટેની લોન પર વ્યાજ દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષના ગાળાની લોન પર આ દર 8.65 ટકા હશે.
એક દિવસ, એક મહિનો, ત્રણ મહિના, છ મહીના માટે એમસીએલઆરને 0.10 ટકા ઘટાડીને અનુક્રમે 8.05 ટકા, 8.10 ટકા અને 8.15 ટકા કરવામાં આવ્યો છે. બેઝ રેટ 9.25 ટકા રહેશે. અગાઉ 8 ફેબ્રુઆરીએ દેશની સૌથી મોટી બેન્કે એસબીઆઈએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 0.05 ટકા ઘટડવા અંગેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો.
રેપો રેટમાં ઘટાડા બાદ આરબીઆઈએ અન્ય બેન્કો પર લોન સસ્તી કરવા માટે દબાણ કર્યું હતું. તે માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સરકારી અને પ્રાઈવેટ બેન્કોના પ્રમુખોની સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કે તેના વ્યાજ દરમાં જે ઘટાડો કર્યો છે, તેનો લાભ આમ લોકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. આ અંગે બેન્કરોએ કહ્યું કે તાત્કાલિક લોનના વ્યાજ દરો ઘટાડી શકાશે નહિ પરંતુ તેમાં તબક્કાવાર ઘટાડો કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે માર્ચમાં અન્ય બેન્કો પણ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શકયતા છે. વાંચોઃ INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર પાકિસ્તાન સાથેની હાલની સ્થિતિ મુદ્દે સાધુઓએ શું કહ્યું? જુઓ વીડિયો વાંચોઃ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ ભારતની સાથે, UNમાં આપ્યો પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવSunil Mehta, Managing Director of Punjab National Bank: PNB to reduce interest rate by 10 basis point by today evening. New rate will be effective from 1st of March. (File pic) pic.twitter.com/EBQTp79EEA
— ANI (@ANI) February 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)