શોધખોળ કરો

Air India ને DGCA ની મંજૂરી મળી, હવે એક પાયલટ બે અલગ-અલગ વિમાન ઉડાવી શકશે

એર ઈન્ડિયાની લાંબા સમયથી જે માંગ હતી તેને ડિજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે એર ઈન્ડિયાના એક પાયલટ બે અલગ-અલગ વિમાન ઉડાવી શકશે.

Air India Pilots: એર ઈન્ડિયાની લાંબા સમયથી જે માંગ હતી તેને ડિજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે એર ઈન્ડિયાના એક પાયલટ બે અલગ-અલગ વિમાન ઉડાવી શકશે. DGCA તરફથી આપવામાં આવેલી મંજૂરી મુજબ બોઈંગ 777 અને 787 વિમાન એક જ પાયલટ ઉડાવી શકશે. 

અગાઉ, એર ઈન્ડિયા દ્વારા બોઈંગ 777 અને 787 એરક્રાફ્ટ ચલાવવા માટે માત્ર આઠ પાઈલટોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં 777 અને 787 ઉડાવવા માટે ચાર પાઈલટનો સમાવેશ થતો હતો. જો કે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ હવે મલ્ટી-સીટ ફ્લાઈંગ (MSF)ને મંજૂરી આપી છે, જેનો અંદાજે અર્થ એ છે કે એક જ પાઈલટ બે પ્રકારના વિમાન ઉડાવી શકે છે, જેના માટે તાલીમ પ્રક્રિયા થોડી કઠિન બનાવવામાં આવશે.

ડીજીસીએની આ મંજૂરીથી પાયલટને મદદ મળશે. પાયલટને ક્રોસ યૂઝ મદદરૂપ થશે. આ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પણ મદદ મળશે. હાલમાં એર ઈન્ડિયા પાસે લગભગ 700 વાઈડ બોડી પાઈલટ છે.

ડીજીસીએનો નિર્ણય

એવિએશન રેગ્યુલેટરે એર ઈન્ડિયાને જણાવ્યું છે કે આઠ નોમિનેટ પાયલટોમાંથી બધા પાસે  બોઈંગ 777 અને 787ના સંચાલન મામલે ઓછામાં ઓછા 10 લેન્ડિંગ સાથે 150 કલાકનો ઉડાનનો સમય હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે લગભગ 16 દેશોમાં એરલાઇન્સ દ્વારા પાયલટનો ક્રોસ યૂઝ કરવામાં આવે છે.

એર ઈન્ડિયાનું પ્લાનિંગ 

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા પાસે લગભગ 1,825 પાઈલટ છે અને એરલાઈન્સ તેના કાફલાનું વિસ્તરણ કરી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ પાયલટની ભરતી કરવા માંગે છે. ગયા મહિને એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી 70 વાઈડ બોડી વિમાન સહિત 470 વિમાનનો ઓર્ડર આપ્યો હતો. 

Microsoft Layoffs: પૂર્વ કર્મચારીનો દાવો, માઇક્રોસૉફ્ટે તેની આખી ટીમને નોકરીમાંથી હાંકી કાઢી....

માઇક્રોસૉફ્ટના પૂર્વ કર્મચારીએ પોતાના લિન્ક્ડઇન પૉસ્ટમાં મોટો ખુલાસો કરતાં કહ્યું કે, તેને તેની આખી ટીમ સહિત ટેક દિગ્ગજ કંપની માઇકોસૉફ્ટે નોકરીમાંથી કાઢી મુક્યા છે. તેને બતાવવામાં આવ્યું કે તે માઇક્રોસૉફ્ટમાં એક પ્રૉડક્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. 

વંદન કૌશિકની લિન્ક્ડઇન પ્રૉફાઇલની એક પૉસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, તે કોઇ કંપની સાથે કામ કરવા માંગે છે. કેમ કે તેની તાજેતરમાં જ માઇક્રોસૉફ્ટમાંથી છટ્ટણી દરમિયાન નોકરી જતી રહી છે. વંદન કૌશિકે પોતાની પૉસ્ટમાં લખ્યુ કે તે સાઇટ પર, હાઇબ્રિડ કે દુરસ્થ સ્થાનો પર કામ કરવા ઇચ્છુક છે. તે તરત જ કંપનીની સાથે જોડાઇ શકે છે.

કંપની સાથે 8 વર્ષ સુધી કામ કર્યુ  -
વંદન કૌશિકે બતાવ્યુ કે, તેને માઇક્રોસૉફ્ટની સાથે 8 વર્ષ સુધી કામ કર્યુ છે. છટ્ટણી બાદથી જ તેના અને તેના સહયોગીઓનો એક કઠીન સમય પસાર થઇ રહ્યો છે. માઇક્રોસૉફ્ટમાં તેને કેટલાય પદો પર કામ કર્યું છે. આમાં વિજ્ઞાપન વિભાગ, સેલ ટીમ અને સેક્શન પર પણ કામ કર્યુ છે.  

લોકોનું મળ્યુ સમર્થન  -
પૂર્વ કર્મચારીએ કહ્યું કે, પોતાના બે દાયકાના કામ દરમિયાન સહકર્મીઓ અને લીડર ટીમ તરફથી પૉઝિટીવ અને સહાયક વલણ મળ્યું છે. આ માટે તે આભારી છે. તેને કહ્યું કે તે ત્યાં પણ હજુ કામ કરનારા કર્મચારી કે પૂર્વ કર્મચારી તેનુ સમર્થન કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો
8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget