શોધખોળ કરો

Air India: ફલાઇટમાં ફરી પેશાબ કાંડ, એર ઈન્ડિયામાં બની ઘટના, મુસાફરની ધરપકડ

Air India Flight: આ ઘટના મુંબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બની હતી, ત્યારબાદ આરોપીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

Air India:  ફ્લાઈટમાં પેશાબ કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, હવે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે ફ્લોર પર પેશાબ કર્યો. આ ઘટના મુંબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બની હતી, ત્યારબાદ આરોપીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ફ્લાઈટ કેપ્ટન તરફથી આઈજીઆઈ એરપોર્ટ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસે આરોપીની ત્યાંથી ધરપકડ કરી હતી. આરોપીનું નામ રામ સિંહ જણાવવામાં આવ્યું છે.

ચેતવણી આપ્યા પછી પણ વ્યક્તિ રોકાયો નહીં

મળતી માહિતી મુજબ, આ ઘટના 24 જૂને એર ઈન્ડિયાની AIC 866 ફ્લાઈટમાં બની હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, રામ સિંહ નામના એક મુસાફરે વિમાનના ફ્લોર પર શૌચ કર્યું અને પેશાબ કર્યો અને પછી થૂંક્યું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન ક્રૂ મેમ્બર્સે મુસાફરને મૌખિક ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં તે રોકાયો નહોતો.

Air India: ફલાઇટમાં ફરી પેશાબ કાંડ, એર ઈન્ડિયામાં બની ઘટના, મુસાફરની ધરપકડ

કેપ્ટને સુરક્ષાકર્મીઓને જાણ કરી

એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેબિન ક્રૂએ ચેતવણી આપ્યા બાદ ફ્લાઈટના કેપ્ટનને જાણ કરી હતી. આ પછી, કેપ્ટને કંપનીને એક સંદેશ મોકલ્યો, જેમાં એરપોર્ટ સુરક્ષાને આરોપી વ્યક્તિને એરપોર્ટ પર પકડવાનું કહેવામાં આવ્યું. એરલાઇન કંપનીએ જણાવ્યું કે એકસાથે મુસાફરી કરી રહેલા લોકોએ આનો વિરોધ કર્યો અને તેઓ આનાથી ખૂબ ગુસ્સે થયા, ત્યારબાદ કેબિન ક્રૂએ તમામ મુસાફરોને શાંત કર્યા. તમામને કહેવામાં આવ્યું હતું કે આરોપીને પોલીસને હવાલે કરવામાં આવશે.

આરોપીને જામીન મળી ગયા

મળતી માહિતી મુજબ, આરોપી વ્યક્તિ આફ્રિકામાં રસોઈયા તરીકે કામ કરે છે. જે એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC 866 થી મુંબઈ જઈ રહી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'દિલ્હી પોલીસે ફ્લાઈટ કેપ્ટનની ફરિયાદ પર કલમ ​​294/510 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન મળી ગયા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

આવી જ એક ઘટના 26 નવેમ્બર, 2022 ના રોજ નોંધાઈ હતી, જેમાં ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર એક મહિલા સહ-યાત્રી પર નશામાં ધૂત વ્યક્તિએ કથિત રીતે પેશાબ કર્યો હતો. પેરિસ-નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં માત્ર દસ દિવસ પછી, 6 ડિસેમ્બરના રોજ નશામાં ધૂત પુરુષ મુસાફર મહિલા પેસેન્જરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હોવાની બીજી ઘટના નોંધાઈ હતી.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget