Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ
ભારતી એરટેલ અને એલોન મસ્કની કંપની સ્પેસએક્સએ ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે હાથ મિલાવ્યા છે.

Airtel-Starlink Deal: ભારતી એરટેલ અને એલોન મસ્કની કંપની સ્પેસએક્સએ ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે હાથ મિલાવ્યા છે. એરટેલે મંગળવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ કરાર વિશે માહિતી આપી હતી. આ ડીલ હેઠળ સ્પેસએક્સની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા ભારતમાં શરૂ કરવામાં આવશે, જોકે આ ડીલ હજુ ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.
શું છે યોજના ?
એરટેલ અને સ્ટારલિંક ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધારવાની રીતો સાથે મળીને શોધશે. વધુમાં, એરટેલ તેના રિટેલ સ્ટોર્સ પર સ્ટારલિંક સાધનો વેચી શકે છે અને વ્યવસાયોને હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરી શકે છે.
બંને કંપનીઓ ગ્રામીણ શાળાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરશે. સ્ટારલિંકની સેટેલાઇટ ટેક્નોલોજી એરટેલના હાલના નેટવર્કને વધુ મજબૂત બનાવશે, જ્યારે SpaceX એરટેલના ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકશે.
એરટેલનું મોટું પગલું
એરટેલે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે Eutelsat OneWeb સાથે પહેલેથી જ ભાગીદારી કરી છે. સ્ટારલિંક સાથેનો આ નવો સોદો એરટેલના કવરેજને વધુ વિસ્તૃત કરશે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટની ઍક્સેસ નથી. આનાથી દૂરના વિસ્તારોમાં વ્યવસાયો અને સમુદાયોને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ મળશે, જે વિકાસ માટે નવી તકો ખોલશે.
એરટેલે શું કહ્યું?
પીટીઆઈ સાથે વાત કરતા, ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેન ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે ભારતમાં એરટેલ ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પ્રદાન કરવા માટે સ્પેસએક્સ સાથે કામ કરવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આગામી પેઢીના સેટેલાઇટ કનેક્ટિવિટી માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિટ્ટલે જણાવ્યું હતું કે, "આ ભાગીદારી અમને ભારતના સૌથી દૂરના વિસ્તારોમાં પણ હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવાની ક્ષમતા આપશે. સ્ટારલિંક એરટેલના ઉત્પાદનોને વધુ વિસ્તૃત કરશે, જેથી દરેક ભારતીયને સસ્તું અને ભરોસાપાત્ર ઇન્ટરનેટ મળી શકે."
"સ્પેસએક્સ સાથે મળીને સ્ટારલિંકને ભારતમાં લાવવું એ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. તે ભારતના દરેક ખૂણે નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટી લાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."
"આ ભાગીદારી અમને ભારતના સૌથી દૂરના વિસ્તારોમાં પણ હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડવાની ક્ષમતા આપશે. સ્ટારલિંક દરેક ભારતીયને સસ્તું અને ભરોસાપાત્ર ઇન્ટરનેટ પ્રદાન કરવા એરટેલના ઉત્પાદનોને વધુ વધારશે."
સ્પેસએક્સે શું કહ્યું ?
સ્પેસએક્સના પ્રમુખ ગ્વિન શોટવેલે જણાવ્યું હતું કે, "ભારતના લોકો પર સ્ટારલિંકની જે પરિવર્તનકારી અસર પડશે તેને ચલાવવા માટે અમે એરટેલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. એરટેલની ટીમે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેથી તેમની સાથે કામ કરવું એ અમારા માટે યોગ્ય પગલું છે."
મોદી-મસ્ક બેઠકની અસર
આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલોન મસ્કની તાજેતરની બેઠકના થોડા અઠવાડિયા પછી થઈ છે. મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન મસ્ક સાથે મુલાકાત કરી હતી, જેમાં ઈનોવેશન, સ્પેસ એક્સપ્લોરેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ વધારવાની વાત થઈ હતી.
ભારતમાં સ્ટારલિંક માટે પડકારો અને તકો
એલોન મસ્ક લાંબા સમયથી સ્ટારલિંકને ભારતમાં લાવવા ઇચ્છતા હતા, પરંતુ નિયમનકારી પડકારો અને રિલાયન્સ JIO જેવી સ્થાનિક ટેલિકોમ જાયન્ટ્સના વિરોધને કારણે પ્રગતિ ધીમી પડી હતી. નવેમ્બર 2022 માં, ભારતના ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે સ્ટારલિંકે સુરક્ષા નિયમોનું પાલન કર્યું નથી, જેના કારણે તેનું સેટેલાઇટ કોમ્યુનિકેશન લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ભારત એક મોટું બજાર છે, જ્યાં 1.4 અબજ લોકોમાંથી 40 ટકા લોકો હજુ પણ ઇન્ટરનેટથી વંચિત છે.





















