શોધખોળ કરો
Advertisement
દિવાળી પહેલા પતાવી લેજો બેંકના કામ, આ તારીખે બેંકોમાં છે હડતાળ, અટકશે કરોડોના વહીવટ
સરકારે 10 રાજ્યની માલિકીની બૅન્કોને મર્જ કરીને 4 મોટી બૅન્કો બનાવવાનું નક્કી કર્યું છે.
નવી દિલ્હીઃ ઠીક દિવાળી પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ પ્રભાવિત થઇ શકે છે. 10 બેન્કોના મર્જરના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરાઇ છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ તરફથી જાહેર કરવામાં આવેલી હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો આ હડતાળ થાય છે તો દિવાળી પહેલા 5 દિવસોમાંથી 3 દિવસ બેન્ક બંધ રહેશે.
સરકારે 10 રાજ્યની માલિકીની બૅન્કોને મર્જ કરીને 4 મોટી બૅન્કો બનાવવાનું નક્કી કર્યું છે. બૅન્કના કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે 22 ઑક્ટોબરના રોજ દેશવ્યાપી બૅન્ક હડતાળને સમર્થન આપ્યું છે.
ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે અખિલ ભારતીય બૅન્ક સંઘ અને ભારતીય બૅન્ક કર્મચારી પરિસંઘ દ્વારા 22 ઑક્ટોબરના રોજ બોલાવયેલી દેશવ્યાપી બૅન્ક હડતાળને સમર્થન આપ્યું છે. સરકારની જાહેર ક્ષેત્રની 10 બૅન્કોના વિલય કરી ચાર બૅન્ક બનાવવાના વિરોધમાં હડતાળની કરવામાં આવી છે. આ છ મહત્વની રાષ્ટ્રીય બૅન્કોને બંધ કરવાની છે. અટકે સરકારના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ અને અનપેક્ષિત ગણાવ્યો.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આંધ્રા બેન્ક, અલાહાબાદ બેન્ક, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક, યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સને હવે બંધ કરવામાં આવશે. આ તમામ સારુ પ્રદર્શન કરનારી બેન્ક છે. તમામ બેન્કે દેશના આર્થિક વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. આ તમામનો પોતાનો ઇતિહાસ છે અને સમયની સાથે તે મોટી બેન્ક બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement