Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે સગીરા અને તેની માતાની પૂછપરછ કરી હતી.

Ahmedabad father rapes daughter case: અમદાવાદના દરિયાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગા બાપે પોતાની 14 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો છે. આ નરાધમ બાપે એક વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની હતી. સગીરાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે સગીરા અને તેની માતાની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન દીકરીએ પોતાના પિતાના પાપનો ખુલાસો કર્યો હતો. સગીરાની માતાએ આરોપી પતિ વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બળાત્કારી બાપની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ સમાજને ફરી એકવાર વિચારતો કરી દીધો છે કે માનવતા કેટલી હદે ખતમ થઈ શકે છે. એક પિતા જે પોતાની દીકરીનો રક્ષક હોય છે, તે જ પિતાએ પોતાની હવસ સંતોષવા માટે દીકરીને જ પોતાનો શિકાર બનાવી લીધી. આ ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે.
આવી ઘટનાઓ સમાજમાં વારંવાર બનતી રહે છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. સમાજે આવા ગુનેગારો સામે જાગૃત થવાની જરૂર છે અને પીડિતોને ન્યાય અપાવવા માટે આગળ આવવું જોઈએ.
ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારની સ્થિતિ ચિંતાજનક છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ અનુસાર, રાજ્યમાં મહિલાઓ સામે છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર અને ઘરેલુ હિંસાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દર વર્ષે મહિલાઓ પર થતા અત્યાચારોને લઈને સાતથી આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા છે. વર્ષ 2018 થી 2022 સુધીમાં મહિલાઓ પર થતા અત્યાચારના કુલ 23,117 કેસો નોંધાયા હતા.
સલામત ગણાતા ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ સુરક્ષિત રીતે હરી ફરી શકે છે તેવા દાવાઓ વચ્ચે મહિલાઓ આજે પણ અસલામતી અનુભવી રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં બળાત્કારની કુલ 6,524 ઘટનાઓ બની છે. જેમાં વર્ષ 2020-21માં 2,076, વર્ષ 2021-22માં 2,239 અને વર્ષ 2022-23માં 2,209 ઘટનાઓ બની છે.
આ પણ વાંચો...
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા

