શોધખોળ કરો
Advertisement
તમામ ઈન્શ્યોરન્સ કંપનીએ કોરોના પોલિસી કરવી પડશે લોન્ચ, IRDA એ જાહેર કરી ગાઇડલાઇન્સ
હાલ ઈન્શ્યોરન્સ પોલિસી કોરોનાની સારવાર તો કવર કરે છે પણ PPE કિટ સહિત અન્ય ખર્ચને કવર નથી કરતી.
નવી દિલ્હીઃ દેશની તમામ લાઇફ ઈન્શ્યોરન્સ અને નોન લાઇફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ 10 જુલાઈ સુધી કોરોનાની સારવાર માટે ઈન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરવી પડશે. આ અંગે ઈન્શ્યોરન્સ નિયામક ઈન્શ્યોરન્સ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA)એ તમામ કંપનીઓ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
હાલ ઈન્શ્યોરન્સ પોલિસી કોરોનાની સારવાર તો કવર કરે છે પણ PPE કિટ સહિત અન્ય ખર્ચને કવર નથી કરતી. જ્યારે કોરોનાની સારવારમાં આ વસ્તુઓનો ખર્ચ જ ઘણો વધારે આવે છે. આ સિવાય હોસ્પિટલમાં દાખલ થવા પર રૂમ રેન્ટ પર કોઈ પ્રતિબંધ આ પોલિસીમાં નહીં હોય. તેથી હવે ઈન્શ્યોરન્સ નિયામકે આ અંગે તમામ કંપનીઓને 10 જુલાઈ સુધી પોલિસી લોન્ચ કરવાનું કહ્યું છે.
કોરોના કવચ પોલિસી
ઈરડાએ તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓને કોરોના કવચ પોલિસીના નામથી પોલિસી લોન્ચ કરવાનું કહ્યું છે. આ પોલિસી અંતર્ગત રૂ. 50,000થી લઈ રૂ. 5,00,000 સુધીનો સમ ઈન્શ્યોર્ડ થશે. આ પોલિસીમાં તમામ કોમોરબિડ કંડિશનની સારવારનો ખર્ચ પણ સામેલ થશે. આ પોલિસીમાં પોલિસી હોલ્ડરના હોસ્પિટલાઇઝેશન ખર્ચ ઉપરાંત રૂમ રેંટ, નર્સિંગ ચાર્જ, સર્જન ફી, સ્પેશલિસ્ટ ફિ તથા ટેલી મેડિસન કન્સલટેશનનો ખર્ચ પણ સામેલ થશે.
કોરોના રક્ષક પોલિસી
ઈન્શ્યોરન્સ નિયામકે તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓને ફિક્સ બેનિફિટ પોલિસી કોરોના રક્ષકના નામે લોન્ચ કરવા કહ્યું છે. આ પોલિસીમાં જો કોઈ પોલિસી હોલ્ડર કોરોના પોઝિટિવ જણાય અને અને 72 કલાકથી વધુ હોસ્પિટલાઇઝ કરવો પડે તો સમ ઈન્શ્યોર્ડના 10 ટકા પોલિસી હોલ્ડરને મળી શકશે. 100 ટકા સમ ઈન્શ્યોર્ડ આપ્યા બાદ આ પોલિસી ટર્મિનેટ થઈ જશે. આ પોલિસી માત્ર એક વ્યક્તિ લઈ શકે છે. તેના માટે ન્યૂનતમ ઈન્શ્યોર્ડ રૂ.50,000 છે, જેને મહત્તમ અઢી લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. એક વ્યક્તિ આવી માત્ર એક જ પોલિસી લઈ શકે છે.
પોલિસીની ખાસિયત
આ પોલિસી લેવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષ છે. ત્રણ મહિનાથી લઈ 25 વર્ષ સુધીના સંતાનો પણ પોલિસીમાં કવર થશે. પરિવારને સામેલ કરવાનો વિકલ્પ માત્ર કોરોના કવચ પોલિસીમાં જ મળશે. આ બંને પોલિસી 3.5, 6.5 અને 9.5 મહિનાના ગાળા માટે હશે. જેમાં 15 દિવસનો વેટિંગ પીરિયડ હશે. પોલિસી લીધાના 15 દિવસ બાદ પોલિસી પ્રભાવી બનશે. આ બંને પોલિસીનું પ્રીમિયર સમગ્ર દેશમાં એક સમાન હશે. ઈરડાએ તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓને કહ્યું છે કે હેલ્થ કેર સાથે સંકળાયેલા લોકોને આ પોલિસી લેવા પર પ્રીમિયમમાં 5 ટકા છૂટ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement