Anant Ambani Covid Positive: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી થયો કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ
Anant Ambani Covid Positive: અનંત અંબાણીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
Anant Ambani Covid Positive: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કોવિડ પોઝિટિવ આવ્યા છે. અનંત અંબાણીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે અનંત અંબાણીની તબિયત બગડતાં તેઓ HN રિલાયન્સ હોસ્પિટલમાં ગયા હતા. તેને તપાસ કરાવવાનું કહેવામાં આવ્યું અને તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો, ત્યારબાદ તેને દાખલ કરવામાં આવ્યો.
ગઈકાલે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ મુકેશ અંબાણીના ઘરે ગયા હતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગણપતિના દર્શન કરવા મુકેશ અંબાણીના ઘરે ગયા હતા. આ સિવાય બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ પણ ગયા હતા.
અનંત અંબાણી રિલાયન્સના નવા એનર્જી બિઝનેસમાં જોડાયા
ગયા અઠવાડિયે યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં, આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીને નવા ઊર્જા વ્યવસાયમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય તેઓ રિલાયન્સ જિયો ઈન્ફોકોમની કમાન મોટા પુત્ર આકાશ અંબાણીને અને રિલાયન્સ રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને સોંપી ચૂક્યા છે.
અનંત અંબાણી માટે દુબઈનું સૌથી મોંઘુ ઘર ખરીદવામાં આવ્યું છે
તાજેતરમાં, અનંત અંબાણી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે સમાચાર આવ્યા કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીને દુબઈની સૌથી મોંઘી રહેણાંક મિલકત ખરીદી છે. તમને જણાવી દઈએ કે આ ડીલ 80 મિલિયન ડોલર એટલે કે 640 કરોડ ભારતીય રૂપિયામાં કરવામાં આવી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 219 નવા કેસ નોંધાયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1051 નો વધારો થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.98 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 હજાર 745 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 65 હજાર 016 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 965 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 213 કરોડ 1 લાખ 7 હજાર 236 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 25 લાખ 83 હજાર 815 ડોઝ અપાયા હતા