શોધખોળ કરો
Advertisement
Axis Bank ની મેક્સ લાઈફમાં 29 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત
એક્સિસ બેન્કે મેક્સ લાઈફ ઈન્શયોરન્સમાં 29 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કર છે. આજે એક્સિસ બેન્કના બોર્ડે આ ડીલની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: એક્સિસ બેન્કે મેક્સ લાઈફ ઈન્શયોરન્સમાં 29 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કર છે. આજે એક્સિસ બેન્કના બોર્ડે આ ડીલની જાહેરાત કરી હતી. કરાર પૂર્ણ થયા બાદ મેક્સ લાઈફ- મેક્સ ફાઈનેન્શિયલ સર્વિસ અને એક્સિસ બેન્કનું જોઈન્ટ વેન્ચર બની જશે. તેમાં 70 ટકા હિસ્સો મેક્સ ફાઈનેન્શિયલ સર્વિસ પાસે હશે જ્યારે 30 ટકા હિસ્સો એક્સિસ બેન્ક પાસે રહેશે.
હાલ મેક્સ ફાઈનેન્શિયલ સર્વિસની મેક્સ લાઈફમાં 72.5 ટકા ભાગીદારી છે. આ સાથે મિત્સુઈ સુમિતો મો ઈન્શ્યોરન્સ પાસે 25.5 ટકા હિસ્સો છે. એક્સિસ બેન્ક આ કંપનીમાં માઈનોરિટી સ્ટેક હોલ્ડર છે પરંતુ આ કરાર પૂર્ણ થયા બાદ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સમાં એક્સિસ બેન્કનો હિસ્સો વધીને 30 ટકા થઈ જશે.
હાલ તો પ્રસ્તાવિત ડીલને રેગુલેટરની મંજૂરી લેવી પડશે. રેગુલેટરની મંજૂરી મળી ગયા બાદ આગામી 6થી 9 મહિનામાં આ કરાર પૂર્ણ થશે. એક્સિસ બેન્ક અને મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ વચ્ચે 10 વર્ષ કરતા પણ વધારે સમયથી કારોબારી સંબંધો રહ્યા છે.
એક્સિસ બેન્ક દેશની ત્રીજી સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક છે અને મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ ચોથી સૌથી મોટી પ્રાઈવેટ વીમા કંપની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion